Skip to main content

Posts

Showing posts from August, 2021

જામનગરમાં જન્માષ્ટમીના પર્વ ને લઈને કૃષ્ણ મંદિરોમાં રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મની ઉજવણી કરાઈ

- જામનગરના રાધાકૃષ્ણ મંદિર- દ્વારકાપુરીની હવેલી સહિતના જુદા-જુદા કૃષ્ણ મંદિરોમાં મહાઆરતી કરાઇ - ગિરધારી મંદિર ચોક વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા મર્યાદિત સંખ્યાના મટકીફોડનો કાર્યક્રમ યોજાયો  જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર  છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક કૃષ્ણ મંદિરો પણ આવેલા છે, જ્યાં જન્માષ્ટમીના પર્વને લઇને રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભારે ધામધુમપુર્વક ઉજવણી થઇ હતી, અને રાજ્ય સરકાર દ્વારા મોડી રાત્રી સુધી દર્શન માટેની છૂટ આપવામાં આવી હોવાથી અનેક ભાવિકો કૃષ્ણ ભગવાનના દર્શનાર્થે ઉમટ્યા હતા. જામનગરના ટાઉન હોલ નજીક આવેલા પુરાતન રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા અને રાત્રીના 12 વાગ્યે અનેક દર્શનાર્થીઓ જોડાયા હતા. જ્યાં મહાઆરતી સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ હતી. મંદિર પરિસરની બાજુમા જ વિશાળ મેદાન આવેલું છે, જેમાં વિશાળ કદનો સ્ક્રીન ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મંદિર પરિસરની અંદર ની મહાઆરતી સાથેના લાઈવ દર્શન રાખવામાં આવ્યા હતા. જેનો પણ અનેક ભાવિકોએ લાભ લીધો હતો. દ્વારકાપુરીની હવેલી, સત્યનારાયણ મંદિર, ગિ...

જામનગરમાં હનુમાન ટેકરી ખુલ્લા રેલવે ફાટક નજીક એક મહિલાનો ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત

- દોઢ વર્ષથી કેન્સરની બીમારીમાં પીડાઈ રહેલી મહિલાએ વહેલી સવારે આપઘાતનું પગલું ભર્યાનું જાહેર થયું જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર  જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પર ખુલ્લા ફાટક નજીક વહેલી સવારે એક મહિલાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. દોઢ વર્ષની કેન્સરની બીમારીના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ગણપત નગર વિસ્તારમાં રહેતી દક્ષાબેન રવિભાઈ રાઠોડ નામની 28 વર્ષની પરિણીત મહિલાએ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં હનુમાન ટેકરી નજીક ખુલ્લા ફાટક પાસે આવેલી રેલવે લાઈન પર પસાર થઈ રહેલી માલગાડીના એન્જિન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લીધી છે. ટ્રેનના એન્જિનની ઠોકર લાગવાના કારણે તેણીના દેહના ટુકડા થયા હતા, અને કમકમાટી ભર્યું મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે રેલવેતંત્રએ પોલીસને જાણ કરતા સિટી સી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક દક્ષાબેન છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતી હતી. જેના કારણે ...

સુરત: બે દિવસની રજા બાદ વેક્સીનેશન સેન્ટર પર આજે ધસારો

- સુરતમાં આજે 212 સેન્ટર પરથી વેક્સિનેશન થયુ: લોકોના ધસારાને કારણે અવ્યવસ્થા સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર સુરતમાં રવિવાર અને જન્માષ્ટમીની રજા બાદ આજે વેક્સિનેશન શરૂ થતાં અનેક સેન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી. આજે સુરતમાં 200 કરતા પણ વધુ વેક્સિનેશન સેન્ટર શરૂ થયા હોવા છતાં દરેક જગ્યાએ ભીડ જોવા મળી હતી. કેટલીક જગ્યાએ વધું લોકો ભેગા થતાં અવ્યવસ્થા સર્જાઇ હતી. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વિરોધી વેક્સિનેશન માં ભારે ઝડપ આવી છે. હાલ સુરતમાં રોજના 50 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી રહી છે. ત્રીજી વેવના ભયની સામે લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. લોકો વેક્સીનેશન સેન્ટર પર મુકવા પહોંચી રહ્યા છે. સુરતમાં રવિવાર અને જન્માષ્ટમીના દિવસે વેક્સીનેશન સેન્ટર બંધ રખાયા હતા. આજે શહેરમાં વેક્સીનેશન સેન્ટર શરૂ થાય તે પહેલાં જ વહેલી સવારથી જ વેક્સીનેશન સેન્ટર બહાર લાઈન લાગી ગઈ હતી. બે દિવસની રજાને કારણે આજે વેક્સીનેશન સેન્ટર વધારીને 212 કરવામાં આવ્યા છે. વેક્સીનેશન સેન્ટર વધારવામાં આવ્યા હોવા છતાં હજી પણ સેન્ટરની બહાર લાઈનો જોવા મળે છે. આજે કેટલાક સેન્ટર તો એવા હતા કે વહ...

સુરત: સુવાલીમા મોટા ભાઈ અને મિત્રો સાથે દરિયામા ન્હાવા ગયેલા કિશોરનું ડૂબી જતા મોત

સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર પાલનપુર જકાતનાકા ખાતે રહેતો 16 વર્ષીય કિશોર પોતાના મોટાભાઈ અને મિત્રો સાથે કામરેજ ખાતે મંદિરમા દર્શન કરવા જવાનું કહીને નીકળ્યા બાદ સુવાલીના દરિયા કિનારે ન્હાતી વખતે કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. નવી સિવિલ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય જયેશ રામજીભાઈ મકવાણા ગત 29 મીએ પોતાના ભાઈ જીગ્નેશ અને પાંચ થી છ મિત્રો સાથે ઘરેથી કામરેજ ખાતે આવેલા શઁકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવાનું કહીને ગયો હતો પરંતુ તેઓ હજીરાના સુવાલીના દરિયા કિનારે ચાલ્યા ગયા હતા. અને ત્યાં તેઓ દરિયા કિનારે ન્હાતા હતા તે સમયે જયેશ પાણીમાં ગરકાવ થતા તેના ભાઈ અને મિત્રો બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તેના પરિચિતએ કહ્યું હતું. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર કાફલો ઘટનાસ્થળે પર પહોંચીને  દરિયાના પાણીમાં તેની શોધખોળ કરી હતી જોકે ત્યારે તેની ભાળ નહીં મળી હતી, પણ સોમવારે સવારે ફાયર જોવાનો તેની શોધખોળ કરતા દરિયા કિનારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે જયેશ મૂળ મોરબીના કોરાડી ગામનો વતની હતો તે ધ...

રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં રેકોર્ડ બ્રેક આઠમના દિવસે 36582 મુલાકાતીઓ નોંધાયા

- આજી ન્યારી ડેમ એ ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા રાજકોટ,તા.31 ઓગસ્ટ 2021,મંગળવાર રાજકોટમાં આ વખતે ઈતિહાસીક મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ હરવા ફરવાનાં સ્થળોએ મેળાની ગરજ સારી હતી અને મેળા જેટલી ભીડ અન્ય વિસ્તારોમાં થઇ હતી. રાજકોટના રાંદરડા તળાવ પાસે રમણીય વિસ્તારમાં આવેલ અને પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં ગઈકાલે આઠમના દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 36,582 મુલાકાતીઓએ ટિકિટ લઇને લાંબી લાઈનમાં ઉભા રહીને ઝૂમાં પ્રવેશ મેળવ્યો હતો તો સાતમને દિવસે પણ 21 હજાર લોકોએ અને આજે પણ 20 હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા 400થી વધુ પ્રાણીઓ નિહાળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેમાં સાંજે છ વાગે એન્ટ્રી બંધ કરવામાં આવે છે છતાં પણ બે વર્ષ પહેલા એક દિવસમાં 26650 મુલાકાતી નોંધાયા હતા તે રેકોર્ડ તૂટયો છે. આ ઉપરાંત રાજકોટના આજી ડેમ તથા ન્યારી ડેમ વિસ્તારમાં અને ત્યાં આવેલા વિશાળ ઉદ્યાનમાં બે દિવસમાં અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી જ્યાં એન્ટ્રી ફી નથી. કાલાવડ રોડ તથા ભાવનગર રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના અન્ય 150થી વધારે ઉદ્યાનોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્ય...

"મારુ વડોદરા ધમધમતું વડોદરા " ની પ્રાર્થના સાથે જન્માષ્ટમીની ઉજવણી

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે રામેશ્વર યુવક મંડળ દ્વારા "મારું વડોદરા ધમધમતું વડોદરા "ની પ્રાર્થના સાથે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે રામેશ્વર યુવક મંડળ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તથા વોર્ડ 9 કોર્પોરેટર શ્રીરંગ આયરે તથા રામેશ્વર યુવક મંડળના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે ભજન સંધ્યાનો લાભ લીધો હતો અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી કરી હતી અને તેની સાથે એવી પ્રાર્થના પણ કરી હતી કે જે કોરોનાની મહામારી સંપૂર્ણ મુક્તિ મળે. આ કોરોનાની મહામારી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જાય અને જે રીતના પહેલા જેવુ વડોદરા શહેર ધમ ધમતુ‌ થઇ જાય.  https://ift.tt/38te276

વડોદરા: " સહી પોષણ.. દેશ રોશન " મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશભર માટે પોષણ વાટિકાનું મોડેલ બનશે : સ્મૃતિ ઈરાની

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબેર ઈરાનીએ મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે કર્યું વૃક્ષારોપણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઝુબીન ઈરાનીએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે. સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા હતા. ભારત સરકારના રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપો વાવ્યો હતો. સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના સાનિધ્યમાં આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ...

વડોદરા: સ્થાપના દિને યાત્રાનું આયોજન કરનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર જન્માષ્ટમી પર્વ અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીનું આયોજન કરી શોભાયાત્રા નીકળતા મકરપુરા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સોમવારે સાંજે તરસાલી વિસ્તારના સ્વામિનારાયણ મંદિર પાસેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મની પરંપરાને જીવંત રાખવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદના 57માં સ્થાપના દિન અંતર્ગત માંજલપુર તરસાલી પ્રખંડ વિશ્વામિત્ર ભાગના સહયોગથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મકરપુરા પોલીસે કોવિડ ગાઇડલાઇન જાહેરનામાના ભંગ બદલ કાર્યકર્તાઓની અટકાયત કરતા મામલો ગરમાયો હતો. નારાજ થયેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મકરપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. બનાવના પગલે મોટી સંખ્યામાં  સંગઠનના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. https://ift.tt/3gMgqKF

વડોદરા નજીક રિલાયન્સ કંપનીના LDPE પ્લાન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરા નજીક આવેલી રિલાયન્સ કંપનીમાં ગઈકાલે સાંજે એલ ડી પી ઈ પ્લાન્ટમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા આજુબાજુના ગામ લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી હતી બનાવની જાણ થતા રિલાયન્સ કંપનીના જ ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. વડોદરા નજીક આવેલી રિલાયન્સની કંપનીના LDPE U12 માં ગઈકાલે સાંજે સાત વાગે જોરદાર ધડાકો થયો હતો અને આ ધડાકો બે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં સંભળાયો હતો આ ધડાકાની સાથે જ પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. બ્લાસ્ટ થયો હતો. ધનોરાના સરપંચ પ્રવિણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રિલાયન્સ કંપનીમાં લો ટેનસીટી પોલીથીલીન LDPEના 12 નંબરના યુનિટમાં ધડાકા સાથે આગ લાગી હતી અને આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી. ધડાકાને કારણે આજુબાજુના ગામ લોકો માં ગભરાટ ફેલાયો હતો. ધડાકનો અવાજ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કંપનીથી ત્રણ ચાર કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. રિલાયન્સ કંપનીમાં થયેલા ધડાકાની જાણ થતાં જ કંપનીના ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી આગની જ્વાળાઓ આજુબાજુના ગામો સુધી દેખાતી હતી. આગ બુઝા...

જામનગરમાં જન્માષ્ટમીના પર્વ નિમિતે ખીજડા મંદિરેથી કૃષ્ણ શોભાયાત્રા યોજાઈ

- ખીજડા મંદિર ટ્રસ્ટના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલી શોભાયાત્રામાં જામનગર શહેરના ધર્મપ્રેમી નાગરિકો જોડાયા જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર  છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં કૃષ્ણ જન્મની પણ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખીજડા મંદિર ટ્રસ્ટના આચાર્ય 108 શ્રીકૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં શહેરના અનેક કૃષ્ણ ભક્તો જોડાયા હતા, અને હવાઈચોકમાં ધર્મધ્વજ વડે ધ્વજારોહણ કર્યા પછી નગર ભ્રમણ કર્યું હતું, અને ફરીથી શોભાયાત્રા હવાઈ ચોકમાં પૂર્ણ થઈ હતી. સૌરાષ્ટ્ર શ્રીકૃષ્ણની કર્મભૂમિ છે. અહીં નજીકમાં દ્વારકાધીશ શ્રીકૃષ્ણ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતી પ્રજા ઉત્સવપ્રિય છે. શ્રીકૃષ્ણ પરમાત્માના પ્રાકટ્યની ઉપલક્ષ્યમાં જન્માષ્ટમીની ઉજવણીના ભાગ રૂપે તા. 30-08-2021ના રોજ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વર્તમાન પરિસ્થિતિ મુજબ સાદાઈ થી 14 મી વખત કૃષ્ણ શોભાયાત્રા નું  આયોજન કરવામાં આવ્યુ હતું. તા. 30-08-2021ને શ્રાવણી સોમવારને જન્માષ્ટમીના તહેવારના દિવસે સવારે 9 કલાકે સૌપ્રથમ ખીજડા મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા વિ...

જામનગર જીલ્લાના મોરકંડા ગામમાં એક યુવાનને સમાધાન માટે બોલાવ્યા પછી ચાર શખ્સો દ્વારા હુમલો કરાયો

જામનગર,તા.31 ઓગષ્ટ 2021 મંગળવાર  જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં રહેતા એક યુવાનને જૂની અદાવતનું સમાધાન કરવા માટે મોરકંડા ગામે બોલાવ્યા પછી ચાર શખ્સો તૂટી પડ્યા હતા, અને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં વેલનાથ નગર વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો દિપક ભોજાભાઇ નકુમ નામનો 28 વર્ષનો યુવાન કે જેને આજથી થોડા દિવસ પહેલા તેની જ્ઞાતિના વિજય નામના શખ્સ સાથે તકરાર થઈ હતી. જેનું ગઈકાલે સમાધાન કરવા માટે વિજયના મિત્રો મુન્નો કોળી વગેરેએ મોબાઈલ ફોન કરીને મોરકંડા પાસે બોલાવ્યો હતો. જેથી દિપક ગઈકાલે જન્માષ્ટમીની રજાના દિવસે મોરકંડા વિસ્તારમાં સામાધાન માટે ગયો હતો. દરમિયાન મુન્ના કોળી અને તેની સાથેના ત્રણ શખ્સોએ સમાધાન કરવાના બદલે છરી અને લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરી દેતાં દીપક ને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની પોલીસને જાણ કરાતા પંચકોશી બી.ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને દીપક નકુમની ફરિયાદના આધારે મુન્ન...

સુરતના બે મિત્રોએ અંગોના દાન કરી 12 વ્યક્તિઓને નવું જીવન આપ્યું

- કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા - સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર અકસ્માતમાં ગંભીર ઇજા થયા બાદ રૂસ્તમપુરાના દશગામ હિંદુ ત્રિવેદી મેવાડા સમાજના યુવાન અને બેગમપુરાના શ્રી સુરતી મોઢવણિક સમાજના યુવાન મળી કિડની, લિવર, હૃદય, ફેફસા અને ચક્ષુઓના દાન કરી બારબાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. બંને પરિવારે અંગદાનનો નિર્ણય લઇ માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. રૂસ્તમપુરાના સુરમાવાડના ચંદ્રદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા કલ્પેશકુમાર સોમેશ્વર પંડ્યાનો પુત્ર મીત ઉ.વ. 18 તેમજ બેગમપુરા ચેવલી શેરીમાં રહેતા અને બેગમપુરા મોટી સિનેમા પાસે ભજીયાની લારી ચલાવતા સંજયકુમાર પ્રવિણચંદ્ર ગાંધીનો 18 વર્ષની પુત્ર ક્રીશ શારદાયતન સ્કુલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જોકે મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-1 થી બંને સાથે અભ્યાસ કરતા હતા. મીત અને ક્રીશ ગત તા.24મીએ બપોરે મોપેડ ઉપર જી.ડી.ગોએન્ક...

વડોદરા: ચોરી પર સીનાજોરી: બકરો કાપીને ખાનાર બે વ્યક્તિને બકરા માલિકે ઠપકો આપતા હુમલો કર્યો

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર પોતાના બકરાને કાપી ખાઈ જવાના આક્ષેપ કરનાર યુવક ઉપર બે શખ્સોએ લોખંડની એંગલ વડે હુમલો કરી ગડદાપાટુનો માર મારતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદના આધારે બાપોદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ખારી તલાવડી વસાહત ખાતે રહેતા માયાસિંગ શિકલીગર છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ,બે દિવસ અગાઉ તેઓ આજવા રોડ ચાચાનહેરુ નગરમાં સંબંધીને મળવા ગયા હતા. તે સમયે લાખનસિંગ દૂધાણી અને દીપુસિંગ શિકલીગર ( બંને રહે - ચાચા નેહરુ નગર, આજવા રોડ, વડોદરા ) નોનવેજ જમી રહ્યા હતા. અને તેમની બાજુમાં બકરાના અંગો પડ્યા હતા. જે અંગો જોતા પોતાના બકરાના હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બન્ને શખ્સોએ ભેગા મળી લોખંડની એંગલ વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા માયાસિંગને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. ફરિયાદના આધારે બાપોદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. https://ift.tt/3mNPaPU

વડોદરા: દેશી દારૂનું વેચાણ કરનાર બુટલેગર માતા પુત્રની પોલીસ કર્મીઓને ધમકી

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર દેશી દારૂના દરોડામાં પોલીસ કર્મીને ખોટા કેસમાં ફસાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરનાર બુટલેગર માતા પુત્ર વિરુદ્ધ  વારસિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વારસિયા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે હરણી રોડ સંવાદ કવોટર્સમાં આવેલા જવાહર ફળિયા પાસે ત્રણ શખ્સો શંકાસ્પદ ઉભા હતા. પોલીસ તેમને પકડવા જતા એક મહિલા સહિત બે વ્યક્તિ નાસી છુટી હતી. જ્યારે થેલીમાં દારૂની પોટલીઓ સાથે જગદીશ માછી ( રહે- સંવાદ કવોટર્સ, હરણીરોડ,) પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પ્રાથમિક પૂછતાછમાં દારૂનો જથ્થો રાકેશ બાબુભાઈ રાજપૂત અને ઇન્દુબેન બાબુભાઈ રાજપુત ( બંને રહે, જે પી વાળી ઝૂંપડપટ્ટી, સંવાદ કવોટર્સ, હરણી રોડ)નો હોવાની કબૂલાત કરી હતી. દરમ્યાન ઉપરોક્ત બંને વોન્ટેડ આરોપી દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી બન્ને વ્યક્તિને દેશી દારૂની 50 પોટલીઓ સાથે ઝડપી પાડયા હતા. આ દરમિયાન આરોપીઓએ પોલીસ કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી જણાવ્યું હતું કે, અમારે ત્યાં રેડ કરશો તો ક...

વડોદરા: યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બે હુમલાખોરોએ પ્રેમીને ફટકાર્યો

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બે હુમલાખોરોએ પ્રેમીને ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. મકરપુરા પોલીસે ફરિયાદના આધારે બંને હુમલાખોરો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માણેજા ખાતે રહેતો વિપુલકુમાર સોલંકી ખાનગી કંપનીમાં નોકરી કરે છે  બે દિવસ અગાઉ તે ગામમાં યોજાયેલા છડી કાર્યક્રમને નિહાળવા માટે પહોંચ્યો હતો. તે સમયે અજય સોલંકી (રહે- કૈલાસ ધામ સોસાયટી, માણેજા) અને નરેશ સોલંકી બંને  વિપુલકુમારને નજીકના એકાંત સ્થળે લઇ ગયા હતા. અને કાજલ ( નામ ફેરવેલ છે)  સાથેના તારા પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે તેવું જણાવ્યું હતું. કાજલ સાથે લગ્ન કરવાનું વિપુલએ જણાવતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત બંને શખ્સોએ ભેગા મળી વિપુલને લાકડી વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. બનાવના પગલે સ્થાનિકો દોડી આવતા હુમલાખોર નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત વિપુલ ને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. https://ift.tt/2V1uA2N

વડોદરા: તાંદલજા વિસ્તારમાં મધરાતે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર વડોદરા તાંદલજા વિસ્તારમાં મધરાતે તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાથી રસ્તા પરની અવરજવર બંધ થઈ હતી. વડોદરામાં બે દિવસથી તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેને કારણે ગઈ મધરાતે તાંદલજાના અહેમદી પાર્ક નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. મુખ્ય માર્ગ પર વૃક્ષ પડવાથી રસ્તાની અવર-જવર બંધ થઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ કાપવાની અને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી. બનાવમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી. https://ift.tt/3yygh3v

વડોદરાના મંદિરોમાં 12ના ટકોરે જન્માષ્ટમીની ઉજવણી: માંજલપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સયાજીનગર ગૃહમાં ઉજવણી

- વડોદરાના મંદિરોમાં 12ના ટકોરે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર સોમવારે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ઠેર ઠેર જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો હતો. રાત્રિના 12:00 કલાકે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને ભક્તોએ ઉલ્લાસભેર વધાવ્યો હતો. વિવિધ મંદિરો ખાતે પૂજારીઓએ અને મર્યાદિત સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી કૃષ્ણને પારણે ઝુલાવી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી. જન્માષ્ટમી ઉત્સવની દબદબાભેર ઉજવણી સમગ્ર શહેરમાં થઈ રહી છે.  ચારેતરફ "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" જય ઘોષ સાથે મંદિરોમાં કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરના તમામ કૃષ્ણ મંદિરોમાં, શ્રીનાથજી હવેલીમાં તેમજ ઈસ્કોન મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મંદિરોને શણગારવામાં આવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાઓને પણ વસ્ત્રો આભૂષણો અલંકારોથી સજ્જ કરવામાં આવ્યા હતા. વડોદરાના માંજલપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા સયાજીનગર ગૃહ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો ખાસ કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં સંતો અને ...

વડોદરા: નર્મદા પરિક્રમા માટે સાવરીયા મહારાજથી બહેતર કોઈ ગાઈડ મળી જ ના શકે: ગુરુજી અશ્વિન પાઠક.

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર ગુરુજી અશ્વિન પાઠકજી ગામે ગામ અને ઘેરેઘેર સુંદરકાંડની આધ્યાત્મિક ચેતના પ્રસરાવી રહ્યાં છે. તેઓ હાલમાં વાહન દ્વારા નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે અને તેના માર્ગદર્શક ગાઈડ તરીકે સાવરીયા મહારાજને તેમણે સાથે લીધાં છે. તેઓ કહે છે કે નર્મદા પરિક્રમા માટે આ મહારાજથી બહેતર કોઈ ગાઈડ મળી જ ના શકે. તેઓ નર્મદા પરિક્રમાના પ્રખર ભોમિયા છે. તાજેતરમાં આ બંને મહાનુભાવો પરિક્રમાના ભાગ રૂપે કુબેર દાદાના દર્શને કરનાળી આવ્યા ત્યારે મંદિરના વ્યવસ્થાપક રજનીભાઇ પંડ્યાએ બંને પરિક્રમાવાસીઓની ભાવસભર સ્વાગત સન્માન કર્યું હતું. https://ift.tt/3gMp8bA

વડોદરા: પરિક્રમા દરમિયાન નર્મદા મૈયા અને ચિરંજીવ અશ્વસ્થામાના દર્શનની અનુભૂતિ થાય છે: સાવરીયા મહારાજ

વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર સાવરીયા મહારાજ બચપણથી જ સાવ અલગારી જીવ.ભક્તિભાવના સંસ્કારો જાણે કે પૂર્વ જન્મથી જ અંકુરિત થયેલા હતા. એમણે 8 વર્ષની કુમળી વયે ગીતા કંઠસ્ત કરી લીધી હતી. પરિક્રમાનું એવું ઘેલું કે કોઈ કહે ચાલો માં નર્મદા તમને બોલાવે છે એટલે બધા દુન્યવી કામો પડતાં મૂકી તેમની સાથે જોડાઈ જાય. જાણે કે પરમાત્માએ એમને નર્મદા પરિક્રમા માટે જ ધરતી પર મોકલ્યા છે. એમની આ અઢળક પરિક્રમા પ્રીતિને લીધે એમને ઓળખનાર બધાંજ એમને નર્મદા પુત્ર તરીકે ઓળખે છે. દેખાવે મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાથી તેઓ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે. નિસ્પૃહ એટલા કે માત્ર બે જોડ ભગવા વસ્ત્ર રાખે તેમાં ખિસ્સા રાખતા જ નથી છતાં ક્યારેય માતાએ એમની પરિક્રમા અટકવા દીધી નથી. તેઓ કહે છે કે કુક્ષી તાલુકાના દેહલ ગામે નર્મદાએ મૈયા સ્વરૂપે એમને સાક્ષાત દર્શન આપ્યા હતાં. તો 1996માં અમર કંટક દેવ ગંગામાં ભારતના પૂર્વ નાણાં મંત્રી સદગત એચ.એમ.પટેલની યાદમાં ભાગવત કથા યોજાઈ હતી. ઉત્તર કાશીના મહાત્માઓને વિધિવત્ પૂજન માટે તાજા બીલીપત્રોની રોજ જરૂર પડતી.ત્યારે એક અજાણ્યો ભાવિક રોજ બિલી પત્રોની ભારી આપી જાતો. તેમને મતે આ વ્યક્ત...

વડોદરા: દરેક ચૂંટણી હાર્યા પરંતુ નર્મદા પરિક્રમાને સાવરીયા મહારાજે જીવનની પરિક્રમા બનાવી નર્મદા પુત્રનું બિરુદ મેળવ્યું

- સાત વાર પગપાળા, 318 વખત વાહનથી, અને 1118 વખત ઉત્તર વાહિનીની નર્મદા પરિક્રમા કરનાર સાવરીયા મહારાજ છોટે ગાંધી તરીકે પણ ઓળખાય છે. વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર ભારતીય ધર્મ સંસ્કૃતિમાં પરિક્રમાનું અદકેરૂ મહત્વ છે. એને તપ સાધનાનો ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. સહુથી જાણીતી પરિક્રમા ગણપતિ દાદાએ માતા પાર્વતી અને દેવાધિદેવ શંકરની કરીને પૃથ્વીની પરિક્રમા કર્યા બરોબરનું પુણ્ય અને મોરનું વેગીલું વાહન ધરાવતા મોટાભાઈ કાર્તિકેયને ઉંદરના મંદ ગતિ વાહનનો ઉપયોગ કરવા છતાં પાછા પાડયા હતા. આપણે દેવાલયમાં દર્શન કર્યા પછી પરિક્રમા કરીએ છે. વડ કે પીપળના પવિત્ર વૃક્ષોની પરિક્રમા કરીએ છે. વ્રજ ચોરાસી કોષની પરિક્રમાનું કે ગિરિરાજ પર્વતની પરિક્રમાનું આગવું મહત્વ છે. તેવી જ રીતે નદીઓમાં લગભગ માતા નર્મદાની પવિત્ર પરિક્રમાનું આગવું મહત્વ છે અને અમર કંટકથી સાગર મિલન સ્થળ અને ત્યાંથી બીજા કાંઠે ફરીથી અમર કંટક સુધીની નર્મદા પરિક્રમા ખૂબ કસોટી કરનારી, વિકટ અને થકવી દેનારી છે. પવિત્ર નર્મદાની પરિક્રમા જીવનમાં એકવાર પણ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય એવી અતૂટ શ્રદ્ધા છે અને દર વર્ષે હજારો નર્મદામાંના ચાહકો અને પુજકો ...

સુરત: કોરોનાને કાયમી વિદાયની પ્રાર્થના સાથે જન્માષ્ટમીની ઉજવણી

- જન્માષ્મટીની ઉજવણીમાં સુરત બન્યું કૃષ્ણમયઃ આનંદોલ્લાસભેર ઉજવણી  - શહેરના અનેક મંદિરો સાથે ઘરે ઘરે લોકોએ કૃષ્ણ જન્માષ્ટમીની કરી ઉજવણીઃ શહેરની એક સોસાયાયટીઓમાં થયો મટકી ફોડનો કાર્યક્રમ  સુરત,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર સુરતમાં કોરોનાકાળ બાદ પહેલી વખત તહેવારની ઉજવણી માટે અપાયેલી મંજુરી બાદ સુરતીઓએ મન મુકીને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. સુરતીઓ દ્વારા કરવામાં આવેલી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના કારણે સુરત કૃષ્ણમય બની ગયું હતું. સુરતના મંદિરો સાથે સાથે લોકોએ ઘરમાં પણ શ્રી કૃષ્ણ જન્મની ઉત્સાહભેગ ઉજવણી કરી હતી. શુંઠપંજરીના પ્રસાદ સાથે લોકોએ પોતાના ઘરના બાળકોને રાધા કૃષ્ણ બનાવીને કેક કાપીને પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત કેટલીક રહેણાંક સોસાયટીઓમાં મટકી ફોડના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  સુરતમાં કોરોનાની એન્ટ્રી બાદ કોવિડની ગાઈડ લાઈનના કારણે તહેવારની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હાલમાં કોરોનાના કેસ સીંગલ ડિજીટમાં આવવા સાથે લોકો પણ કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરતા હોવાથી સરકારે તહેવારની ઉજવણી કરવા માટે મંજુરી આપ્યા બાદ પહે...