<p><strong>Gujarat Agri And Farm News:</strong> ગુજરાતના ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોને ખરીદી માટે આજથી ટેકના ભાવથી ખરીદી શરૂ કરાઇ છે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી આજેથી રાજ્યભરમાં ખરીદ કેન્દ્રો પર વિવિધ ખેત પેદાશોની ખરીદી-વેચાણ થશે. આજથી રાજ્યમાં તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની ખરીદી ટેકાના ભાવે શરૂ થઇ છે, જેમાં ક્વિન્ટલ દીઠ પાંચ હજારથી વધુ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. </p> <p>આજથી રાજ્યભરમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોને ટેકાના ભાવે ખરીદ-વેચાણ કરી શકશે, સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવથી ખેડૂતો ખરીદ કેન્દ્રો પર ખરીદ-વેચાણ કરી શકશે. આજથી તુવેર, ચણા, રાયડા સહિતના પાકોની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. આ ખરીદે આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે કરી શકાશે. આજથી રાજ્યભરમાં 140 ખરીદ કેન્દ્રોથી કરાશે તુવેરની ખરીદી, 187 ખરીદ કેન્દ્રોથી કરાશે ચણાની ખરીદી, 110 ખરીદ કેન્દ્રો પરથી કરાશે રાયડાની ખરીદી કરાશે. પોષણ ક્ષમ ટેકાના ભાવો માટે તુવેરના 7 હજાર પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે, ચણાના પ્રતિ ક્વિન્ટલ 5440 ભાવ નક્કી કરાયા છે, અને રાયડાના પ્ર...