Skip to main content

Posts

Showing posts from December, 2024

84 વર્ષના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મોટી જાહેરાત, '2027માં ભાજપ...'

Shankersinh Vaghela News: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર રાજકીય ક્ષેત્રે સક્રિય જોવા મળી રહ્યા છે. તાજેતરમાં તેમણે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (PSDP) ની જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ 2027 માં ભાજપને સત્તા પરથી હટાવી દેશે.

84 વર્ષીય વાઘેલાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "શો મસ્ટ ગો ઓન." મારો ઉદ્દેશ્ય 2027માં ભાજપને હટાવવાનો છે. મોટી બ્રાન્ડ ઇમેજ હોવી જરૂરી નથી, પરંતુ સારા નેતાઓની પસંદગી થવી જોઈએ.

વાઘેલાએ ગઠબંધન પર શું કહ્યું?

વિધાનસભા ચૂંટણી પછી ઈન્ડિયા બ્લોક કે બીજેપી સાથે ગઠબંધનના સવાલ પર તેમણે કહ્યું કે આજે જો તમારે કોઈ સરકાર સામે લડવું હોય તો તે ભાજપ છે. તેના અતિરેક અને ઘમંડ સામે લડાઈ છે. આવી સ્થિતિમાં જે પણ થશે તે ભાજપ વિરુદ્ધ થશે. અમે કોંગ્રેસ કે ભાજપ વિરોધી અભિયાન ચલાવીશું નહીં, મોદી અને અમિત શાહ જેવા નેતાઓને ગાળો આપીશું નહીં. ભાજપનો પણ દુરુપયોગ નહીં કરે. આપ...

ગુજરાત જાહેર સેવા આયોગે અચાનક આ ભરતી કરી રદ, જાણો હવે આગળ શું થશે

GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા, વર્ગ ૧ (જા.ક્ર. ૭૪/૨૦૨૪ ૨૫)ની ભરતી રદ કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ ૧ જગ્યા માટે ૧૪/૧૧/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ દરમિયાન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

ભરતી રદ થવાનું કારણ:

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૦૬/૧૨/૨૦૨૪ના પત્ર ક્રમાંક: gad/0166/12/2024થી જણાવ્યા અનુસાર, આ જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Drive) હેઠળ ભરવાની હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે શું થશે?

વિભાગ દ્વારા ખાસ ભરતી ઝુંબેશ હેઠળ આ જગ્યાનું નવેસરથી માંગણીપત્રક મળ્યા પછી નવી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ ગુજરાત જાહેર સેવા આયોગે જણાવ્યું હતું કે, વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે.

31st ડિસેમ્બરને લઇ અમદાવાદ પોલીસનું જાહેરનામું:SG હાઈવે, સિંધુભવન અને સીજી રોડ પર પોલીસનો બંદોબસ્ત, ન્યૂ યર પાર્ટીમાં અશ્લીલતા અને મહિલા સાથે અયોગ્ય વર્તન થયું તો આયોજક જવાબદાર

https://ift.tt/lPUO7Ds વર્ષ 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીને લઇને ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં જનમેદની ભેગી થતી હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતી હોય છે. ન્યૂ યર પાર્ટી દરમિયાન કોઇ અશ્લીલતાનું પ્રદર્શન થાય નહીં તેની કાળજી રાખવી તથા મહિલાઓનો માન મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે. ક્યાંય પણ મહિલાઓને ન છાજે તેવું વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવું જોઇએ નહીં અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. 8 હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તેમજ ન્યૂ યરની ઉજવણીને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ, એસજી હાઈવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે છ વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. શહેરમાં 31 ડિસેમ્બરના રોજ નવા વર્ષની ઉજવણીના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઠ હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે. 500થી વધુ બોર્ડી વોર્ન ...

Banaskantha: 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ

બનાસકાંઠા: 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની ચેકપોસ્ટો પર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે.  ધાનેરાની નેનાવા, વાસણ,અનાપુર થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં ફેરવાઈ

31 ડિસેમ્બરને લઈને બોર્ડર વિસ્તારની ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં જોવા મળી રહી છે. 31  ડિસેમ્બર નજીક આવતા હથિયાર ધારી પોલીસ જવાનોને આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ગોઠવવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી આવતા લોકો સહિત વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં પ્રવેશતા પહેલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  પડોશી રાજ્યમાંથી વિદેશી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી થઈ રહી છે.

<img src="https://ift.tt/4uhnicp" width...

માવઠા બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે, જાણો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાકને નુકસાન થવાની ભીતિ અનુભવી રહ્યા છે. માવઠા બાદ હવે હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 જાન્યુઆરી 2025 સુધી રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. પરંતુ, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર જોવા મળી રહી છે, જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ પરિસ્થિતિના કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીનો ચમકારો વધશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું જોર વધશે, જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પડી શકે છે.</p...

Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો

Cold Wave: ગુજરાતમાં શિયાળાની સવાર બરાબર જામી છે, માવઠાની આગાહી વચ્ચે હવે મોટા સમાચાર ઠંડીને લઇને સામે આવ્યા છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી સાથે હવે ઠંડીની પણ જોરદાર રીતે શરૂઆત થઇ જશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે. આવતીકાલથી રવિવારથી તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી નીચે રહેવાનુ અનુમાન સેવાઇ રહ્યું છે.

તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી જામશે, રવિવારથી ફરી એકવાર ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે, આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે, અને રવિવારથી લઘુતમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે સમગ્ર ગુજરાત ઠૂંઠવાઇ જશે. છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડીનુ સામ્રાજય છવાયુ છે. લઘુતમ તાપમાન 16 ડિગ્રી જયારે મહતમ તાપમાનો પારો 23 ડિગ્રી પર રહયો હતો. બીજી બાજુ ભેજનુ પ્રમાણ વધી 72 ટકા રહયુ હતુ. જયારે પવનની ગતિ 6.5 રહી હતી.

આજે સવારે નલિયા ખાતે 9.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી અને ભ...

આજે રાજ્યના ચાર જિલ્લામાં વરસાદ તૂટી પડશે, માવઠાથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ, જાણો હવામાન વિભાગની આગાહી

Unseasonal Rain Forecast: હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બરના રોજ રાજ્યના ચાર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

બનાસકાંઠાના દાંતીવાડા, પાંથાવાડા, દાંતા, ઈકબાલગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના એરંડા, બટાકા, જીરું, ઈસબગુલ અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષોપ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી પસાર થઈ રહ્યા છે. હાલમાં દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. આ ઉપરાંત, રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી ભેજ મળી રહ્યો છે, જેના કારણે તે વધુ મજબૂત બન્યું છે. આ પરિસ્થિતિની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં...

Gujarat Rain: આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે.  દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે .  વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.
આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.  24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.

રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી</strong...

Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બરબાદીનું માવઠું. મોડી રાત્રે રાજ્યના ચાર જિલ્લાઓમાં બરબાદીનો વરસાદ વરસ્યો હતો. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં માવઠું થયુ. કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ તો અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના ખેડૂતો પર ફરી એકવાર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના ૨૦ જિલ્લામાં આજે માવઠાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આજથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આજે એટલે કે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેમાં મુખ્યત્વે કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.

આ કમોસમી વરસાદથી ખેડૂતોના...

Gujarat BJP : હવે ભરુચ ભાજપમાં ભડકાના એંધાણ! મનસુખ વસાવાએ કોની સામે માંડ્યો મોરચો?

Gujarat BJP : હવે ભરુચ ભાજપમાં ભડકાના એંધાણ! મનસુખ વસાવાએ કોની સામે માંડ્યો મોરચો?

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે. શિયાળા ઋતુમાં આ મહિનામાં ભારે પવન સાથે માવઠાની સંભવના છે, હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસો એટલે કે 26 થી 28 સુધી ગુજરાત કેટલાક જિલ્લાઓમાં માવઠું થશે. જો માવઠું થાય છે તો ગુજરાતના ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ તોળાયુ છે. રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ ખાબકી શકે છે. આગામી 27 ડિસેમ્બરે પણ કચ્છ, બનાસકાંઠ...

Gandhinagar: ગુજરાતમાં ‘પ્રૉજેક્ટ સેતુ’એ નવી ઊંચાઈઓ સ્પર્શી, માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રૉજેક્ટ્સની કરાઇ સમીક્ષા, 60 ટકાનું સમાધાન

Gujarat Project Setu: ગુજરાતમાં મુખ્યમંત્રી ડેશબૉર્ડ જે રાજ્યના વિકાસ પ્રૉજેક્ટ્સ અને જાહેર સેવાઓને વાસ્તવિક સમયમાં મૉનિટર કરવા અને તેનું સંચાલન કરવા માટે એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે. તેની સંભવિતતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ પર પ્રગતિ-G પૉર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat)  હેઠળ પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલ લૉન્ચ કર્યું હતું. હવે પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલને એક વર્ષ પૂર્ણ થવાનું છે.

રાજ્ય સરકારના વિભાગો હેઠળ ચાલી રહેલા પ્રૉજેક્ટને સમયસર પૂર્ણ કરવા અને તે પ્રૉજેક્ટ્સના અમલીકરણમાં આવતી સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે CM ડેશબૉર્ડના પ્રગતિ-G પૉર્ટલ હેઠળ પ્રૉજેક્ટ સેતુ મૉડ્યૂલ શરૂ કરવામાં આવ્યું હતું. આ એક પ્રકારની મુખ્યમંત્રી સ્તરની દેખરેખ સિસ્ટમ છે.

380 મહત્વપૂર્ણ પરિયોજનાઓની કરવામાં આવી ગહન સમીક્ષા
આ અંતર્ગત મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પોતે રાજ્યમાં અનેક પ્રૉજેક્...

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

રાજ્યના નાગરિકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે. ફ્યુઅલ ચાર્જ ઘટતા રાજ્યના નાગરિકોને 1120 કરોડનો ફાયદો થશે. વીજ નિયમન વિનિયોગે ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કર્યો હતો.

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળીથી વિહોણા છે.

તેમણે કહ્યું હતું કે 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવી છે. માત્ર 632 ગામ સિવાય તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી છે. બનાસકાંઠા,દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદય યોજના બાકી છે. 12 હજાર ગામમાં દિવસે 8થી 4 વાગ્યા સુધી વીજળી અપાતો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ઉર્જામંત્રીએ કહ્યું હતું કે 11 હજાર 927 ગામને ફૂલ દિવસે જ વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં ...

ગુજરાત ભાજપે અનેક જિલ્લા અને તાલુકાના મંડળ પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને સોંપાઇ જવાબદારી?

ગુજરાત ભાજપે અનેક જિલ્લાઓ અને તાલુકામાં મંડળ પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મંડળ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરી માહિતી અપાઈ છે.

પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા સંગઠનાત્મક સંરચનાને અનુરૂપ ચૂંટાયેલ રાજકોટ મહાનગર ના વિવિધ મંડળના સૌ પ્રમુખોશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ. pic.twitter.com/Tcf6b48bAH
— BJP Gujarat (@BJP4Gujarat) December 23, 2024

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

ભરૂચ:ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાએ રાજ્યના લોકોની સંવેદના ઝંઝોળી દીધી છે. દિલ્લીના નિર્ભયાકાંડ જેવી ગુજરાતની આ  ઘટનાથી લોકોમાં આક્રોશ છે. દુષ્કર્મની  પીડિતાએ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહી છે અને આખરે તે જિંદગીની જંગ હારી ગઇ છે.  બાળકીએ હોસ્પિટલમાં સારવારના 8માં દિવસે દમ તોડ્યો.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઝઘડિયામાં 16 ડિસેમ્બરે બનેલીએ  ઘટનાએ આખા રાજ્યમાં ચકચાર મચાવી છે. 16 ડિસેમ્બરની બપોરે  પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં બાળકી સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેણે ક્રૂરતાની હદ વટાવતા માસૂમના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દીધો હતો.  સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીને તાબડતોબ ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાદ સ્થિતિમાં કોઇ સુધાર ન થતાં તેને વડોદરા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. માસૂમ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો  છે.

બાળકીને લગભગ 8 દિવસથી હોસ્...

Gujarat Rain Forecast : 26 ડિસેમ્બરથી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast : 26 ડિસેમ્બરથી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે દાહોદ જિલ્લામાં અમૂક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય અમદાવાદ સહિત અનેક શહેરોમાં સવારથી ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબર જામ્યો છે. શિયાળા ઋતુમાં આ વખતે ડિસેમ્બરમાં ફરી એકવાર માવઠાને લઇને સમાચારો સામે આવ્યા છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થશે. તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર સુધી માવઠુ થશે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું સંકટ તોળાયુ છે. રાજ્યમાં અત્યારે ડિસેમ્બરની ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે વધુ એક આફત આવશે. હવામાન આગાહીકારોના મતે, આગામી 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ઠેર ઠેર માવઠું થઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, 26 ડિસેમ્બરે રાજ્યમાં કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી છે, આ ઉપરાંત 26 ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ...

Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે બે દિવસ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે.. 27 અને 28 ડિસેમ્બર હવામાન વિભાગે 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે 27 અને 28મી ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ થઈ શકે છે..રાજ્યના અનેક સ્થળો પર 23મી ડિસેમ્બરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે..રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે બે દિવસ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે.. 27 અને 28 ડિસેમ્બર હવામાન વિભાગે 15થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે 27 અને 28મી ડિસેમ્બરે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ થઈ શકે છે..રાજ્યના અનેક સ્થળો પર 23મી ડિસેમ્બરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે..

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી

Fog In Gujarat | રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકી

રાજ્યભરમાં ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે.. સવારે આઠ વાગ્યાનો સમય થયો હોવા છતા ગાઢ ધુમ્મસ છવાઈ ગ્યું છે..આ ગાઠ ધુમ્મસને કારણે હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે...અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.. વહેલી સવારે વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે.. ધુમ્મસને કારણે હાઈવે પર વિઝીબિલીટી ડાઉન થઈ ગઈ છે..અમદાવાદ સહિત વડોદરા ભરૂચ હાઈવે પર ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.. વહેલી સવારે વાહનચાલકો હેડલાઈટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે.. ધુમ્મસને કારણે હાઈવે પર વિઝીબિલીટી ડાઉન થઈ ગઈ છે..

રાજ્ય સરકારે નવા ૨૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપી, જાણો ક્યા જિલ્લામાં ખુલશે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન ૨૪ P.H.C.(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ને સૈધ્ધાંતિક મંજૂરી આપી

રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત

Gujarat new PHC approval: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેમણે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ...

Gujarat Weather:સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેરની આગાહી, 6 ડિગ્રી સાથે નલિયા રહેશે ઠંડુગાર

Gujarat Weather:સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેરની આગાહી, 6 ડિગ્રી સાથે નલિયા રહેશે ઠંડુગાર

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી

નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું

Gujarat fiscal deficit 2024-25: નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમજ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાણા મંત્રી   કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ઉંચો વૃદ્ધિદર હાંસલ કરવા માટે મૂડી ખર્ચમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતું જાહેર દેવું રાજ્યના વિકાસને વધુ વેગવંત બનાવવા તેમજ મૂડી ખર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨ ૨૩ની સરખામણીમાં, નાણાકીય વર્ષ ૨૦૨૩ ૨૪માં ૬૫ ટકાનો અને નાણાકીય વર્ષ ૨૦૨૪ ૨૫માં ૪૦ ટકાનો મૂડી ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે તેમ, નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે.

વધુમાં, વર્ષ ર૦૦૫માં ગુજરાત નાણાકીય જવાબદારી અધિનિયમને રાજય સરકારે અમલી બનાવ્યો છે. જે અન્વયે રાજયના ઘરગથ્થુ ઉત્પાદનના પ્રમાણમાં જાહેર દેવું ૨૭.૧૦ ટકાથી ન...

Gujarat:ખેડૂતોને શિયાળું વાવેતર માટે મળશે પૂરતું પાણી, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | Abp Asmita

Gujarat:ખેડૂતોને શિયાળું વાવેતર માટે મળશે પૂરતું પાણી, કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય | Abp Asmita

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

ડિસેમ્બર માસ આવતાની સાથે ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્ય હવામાન વિભાગની આગાહીને આધારે ઠંડીની શરૂઆત થઈ છે. વહેલી સવારે ઠંડીનું તાપમાન ગગળીને 17 ડીગ્રી ઉપર પહોંચ્યું હતું. વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુઠવાય હતા. તો કેટલાક લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા મોનિંગ વોકની શરૂઆત કરી હતી.

રાજ્ય હવામાન વિભાગની આગાહી આનુસર વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વલસાડ શહેરનું તાપમાન ગગડીને 17 ડીગ્રી નોંધાયું હતું. વલસાડ શહેરમાં ઠંડી વધતાની સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં રક્ષણ મેળવવા સ્વેટર પહેરી સાયકલિંગ કરતા જોવા મળ્યા હતા. યુવાનો મહિલાઓ અને યુવતીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિંગ વોક કરતા જ...

Unjha APMC Result: દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત, 140 વૉટ સાથે મેળવી ભવ્ય જીત, ભાજપ MLA કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ

Unjha APMC Election: ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ફરી એકવાર દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત મેળવીને ભવ્ય જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત વિભાગમાં નોંધાયેલા 261માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતાં કુલ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયા હતા. કુલ 14 બેઠકો માટે સરેરાશ 98 ટકા મતદાન થયું હતું.

આજે મતગણતરી બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. મતદાન અને મતગણતરી બાદ ઊંઝા એપીએમસીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વૉટ મેળવી સમગ્ર પેનલ વિજયી બની છે. ઊંઝા એમપીએમસીમાં ફરી એકવાર દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે. દિનેશ પટેલ જૂના વિજયની સાથે સાથે ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલ જૂથના સૂપડા સાફ થઇ ...

Tech Expo Gujarat 2024: અમદાવાદમાં 20 ડિસેમ્બરે શરૂ થઇ રહ્યો છે 'ટેક એક્સ્પૉ', ઇવેન્ટમાં ભાગ લેશે 3000 ઉદ્યોગસાહસિકો

Tech Expo Gujarat 2024: “ટેક એક્સ્પૉ ગુજરાત 2024” રાજ્યના ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન સાથે આ ફ્લેગશિપ ઇવેન્ટ સમગ્ર ઉદ્યોગોમાં સહયોગ, લેટેસ્ટ અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના IT ક્ષેત્રના વિકાસને નવી ગતિ પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.

આ પ્રદર્શન કાર્યક્રમ અમદાવાદ IT મેનેજમેન્ટ એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર્સ (AIMED)ના સહયોગથી 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ સ્પર્ધકો ભાગ લેશે. તેમાં ઉદ્યોગસાહસિકો, વિચારકો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓનો સમાવેશ થશે. આ સિવાય મોટી ટેક કંપનીઓના એક્ઝિક્યૂટિવ્સ અને ટેકનિકલ હેડ પણ ભાગ લેશે.

એબ્સરો સૉલ્યૂશન કંપનીના સ્થાપક સંદીપસિંહ સિસોદિયાએ IANS ને કહ્યું, "અત્યારે ગુજરાત ઘણા ક્ષેત્રોમાં અગ્રેસર છે. અહીં ઘણા સ્થાપિત ક્ષેત્રો છે. લાખો કંપનીઓ તેમાં કામ કરી રહી છે. જ્યારે તે લોકોને તકનીકી સહાયની જરૂર હોય, ત...

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ બાળક , બે મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી જાણકારી અનુસાર, ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્રાપજ બાયપાસ નજીક રસ્તા પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી જતા છ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ખાનગી બસનો એક બાજુનો અડધો ભાગ જ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તમાંથી એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો તળાજાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મોત થયા હતા....

એક મહિનો મુદત વધારાઇ:વડોદરામાં સૂચિત જંત્રી માટે વાંધા સૂચનોની તારીખ લંબાવીને 20 જાન્યુઆરી કરાઇ

https://ift.tt/oqjVrcZ ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ-32(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઇન વેલ્યુ(જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં આ વિભાગના મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 માટે મંગાવવામાં આવેલા વાંધા સૂચનો રજૂ કરવાની તારીખ લંબાવીને તા. 20-01-2024 કરવામાં આવી છે. પ્રજાજનો તરફથી વધુ સૂચનો મેળવવા તારીખ લંબાવાઈ વાંધા-સુચન માટે ઓનલાઈન https://ift.tt/BIwh5e3 વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ તથા સંબંધિત નાયબ કલેકટર (સ્ટેમ્પ ડયુટી)ની કચેરી ખાતે પણ જે-તે જિલ્લા પૂરતી જાહેર જનતાના નિરીક્ષણ માટે આ વિગતો ઉપલબ્ધ રહેશે તથા મુસદ્દારૂપ જંત્રી-2024 અને માર્ગદર્શિકા-2024 અન્વયે જો વાંધા-સૂચન રજૂ કરવાના થતા હોય તો તે માટે https://ift.tt/BIwh5e3 વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન જૂની તારીખ 20-12-2024 સુધીમાં વાંધા-સૂચન રજૂ કરવાનું નિયત કરવામાં આવ્યું હતું. ​​​​​​​જેમાં સરકારને વિવિધ સંગઠનોની તથા હિત ધરાવતા અરજદારો તરફથી રાજ્યનો ખેડૂત વર્ગ તથા રાજ્યના અંતરીયાળ વિસ્તારમાં રહેતા સા...

Gujarat : દારુ પીધા બાદ શખ્સે ફોર્ચ્યુનર કાર લોકો પર ચડાવી, અકસ્માત સર્જી થયો ફરાર

અરવલ્લી:  રાજ્યમાં દારુ પીધા પછી અકસ્માત કરવાની ઘટનામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે.  શહેર હોય તે ગામડુ દરેક જગ્યાએ દારુ પીધા બાદ કારથી અકસ્માતની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો થયો છે.   અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે. અત્યાર સુધી સાંભળ્યું હશે કે શહેરમાં દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો પણ હવે ગામડાઓમાં પણ દારૂના રવાડે લોકો ચડ્યા છે,  જ્યાં ધનસુરાના રમાંણા ગામમાં દારૂ પીને પુર ઝડપે ફોર્ચ્યુનર ચલાવી કાર લોકો પર ચડાવી દેવાની ઘટના સામે આવી છે. આ  સમગ્ર મામલે ધનસુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાના CCTV પણ વાયરલ થયા છે

અરવલ્લી જિલ્લાના ધનસુરાના  રમાંણા ગામે દારૂ પી લોકો પર કાર ચડાવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે સાંજે 5 વાગ્યે  રમાંણા ગામની દૂધ મંડળી આગળ ગામ લોકો દૂધ ભરવા પહોંચેલા ત્યારે વિશાલ પરમાર નામનો ઈસમ પુર ઝડપે દારૂ પી ફોર્ચ્યુનર કાર લઈને આવે છે. ...

Gujarat Accident News: રફ્તાર પર બ્રેક ક્યારે?

મોરબીના નેક્સસ સિનેમા સામે રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે.. કાર ચાલકે રોડ ક્રોસ કરતા દંપતિને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.. કિશનભાઈ તેમના પત્ની ચાંદનીબેન સાથે રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે જ પુરપાટ ઝડપેલા આવેલ કાર ચાલકે બંન્નેને અડફેટે લીધા હતા. કાર ચાલકની ટક્કરે ચાંદનીબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે કિશનભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તો સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

છેલ્લા ત્રણ દિવસમાં રફ્તારના કહેરની બે ઘટના બની. જેમાં મોરબી જિલ્લાના ટંકારામાં વીરપર પાસે ફૂલ સ્પીડમાં કાર આવી રહી હતી. ત્યારે અચાનક અન્ય એક કારે રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. જેના CCTV પણ સામે આવ્યા. અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો. જો કે કારમાં સવાર લોકોને સામાન્ય ઈજા પહોંચી. તો આ તરફ જામનગરમાં હીટ એન્ડ રનની ઘટના બની. ખોડિયાર કોલોની વિસ્તારમાં રસ્તો ક્રોસ કરતા યુવકને કારે ટક્કર મારી. જેમાં કાર ચાલકે અડફેટે લેતા યુવકન...

Gujarat Cold Wave : આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી

Gujarat Cold Wave : આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી

Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો

Cold Wave Alert: છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં કૉલ્ડવેવની સ્થિતિ સર્જાઇ છે, કાતિલ ઠંડીના ચમકારા સાથે હવે માવઠાને લઇને પણ સમાચારો સામે આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન એક્સપર્ટ આ મહિનામાં માવઠાને લઇને આગાહી કરી ચૂક્યા છે. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલના મતે રાજ્યમાં 21 થી 24 ડિસેમ્બરની વચ્ચે માવઠું થઇ શકે છે.

હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું મોજુ ફરી વળશે, અને કૉલ્ડવેડ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે. આગામી 21 થી 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે, અને તે અત્યારે પ્રબળ બનતી દેખાઇ રહી છે. જો રાજ્યમાં માવઠું થાય છે તો ખેડૂતો અને ખેતીને નુકસાનની પણ શક્યતાઓ ઉભી થશે. અત્યારે સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પાર સતત ઘટી રહ્યો છે. આજે પણ ફરી એકવાર નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે.

પરેશ ગોસ્વામીનું અનુમાન -
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિ...

Gujarat: ઠેર-ઠેર રેડ કરનારી નકલી ઇડી ટીમનું AAP સાથે શું નીકળ્યુ કનેક્શન, ઇસુદાન ગઢવીએ આપી આવી પ્રતિક્રિયા

Fake ED Team: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નકલી ઇડી ટીમને લઇને સમાચારો સામે આવી રહ્યાં છે.  ગઇકાલે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ બાદ પોલીસે કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે, હવે આ પકડાયેલા નકલી ઇડી અધિકારી અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું સામે આવ્યુ છે. આ જે આ નકલી ઇડી ટીમને લઇને મોટો ખુલાસો પણ થયો છે. આજના ખુલાસામાં સામે આવ્યુ છે કે, અબ્દુલ સત્તાર આપને ફન્ડિંગ કરતો હતો.

અબ્દુલ સત્તારની નકલી ઇડી ટીમે સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લીધા હતા. નકલી ઈડીના અધિકારીઓ દ્વારા અહીં ખોટી રેડ પાડી હતી. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ -
પકડાયેલી નકલી ઈડી ટીમમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હ...

Gujarat: ગુજરાતનું શિક્ષણ વિભાગ 'નિદ્રાધીન', ખેડામાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

Gujarat News: ગુજરાતમાં ભણતરને લઇને મોટા મોટા દાવાઓ અને યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તે માત્ર કાળગ પર જ હોય તેનું સ્પષ્ટ ઉદાહરણ ખેડા જિલ્લાના એક પ્રાથમિક શાળાની સ્થિતિ પરથી સામે આવ્યુ છે. અહીં ઠાસરાની એક શાળાના બાળકોને કડકડતી ઠંડીમાં પણ બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. હાલમાં આ પ્રાથમિક શાળાનો વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જોકે, આ સમગ્ર ઘટના મુદ્દે રાજ્યનું શિક્ષણ વિભાગ હજુ પણ નિદ્રાધીન અવસ્થામાં છે.

રાજ્યમાં શિક્ષણની વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી રહી છે, જેના એક પછી એક ઉદાહરણો સામે આવી રહ્યાં છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે ખેડા જિલ્લાના ઠાસરાની દીપકપુરા પ્રાથમિક શાળાનો છે. આ વીડિયો જોઇને સમગ્ર સ્થિતિનો ચિતાર મળી જાય છે.

ખરેખરમાં, ખેડા જિલ્લાના ઠાસરામાં આવેલી દીપકપુરા પ્રાથમિક શાળાના બાળકો અત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ ખુલ્લામાં બહાર બેસીને શિક્ષણ લઇ રહ્યાં છે. દીપકપુરા પ્રાથમિક શાળામાં હાલની સ્થિતિમાં અભ્યાસ માટેના ઓરડા-વર્ગખંડ જર્જરીત થઇ ચૂક્યા છે અને બાળકોના જીવનુ જોખમ બન...

Gujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેર

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે.  આ સાથે હવામાન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી રહ્યો છે.

Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. તેમના મતે, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ:

ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં લઘુતમ તાપમાન 9 થી 10 ડિગ્રી રહેશે.

પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી રહેશે.

જૂનાગઢ અને રાજકોટમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેશે.

સુરત અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી રહેશે.

22 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.

ડિસેમ્બરના અંતના ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં છાટા પડી શકે છે.

જાન્યુઆરીમાં માવઠું પડવાની શક્યતા છે.

જાન્યુઆ...

Cold Wave: ઠંડીના કારણે રાજકોટમાં શાળાઓના સમયમાં ફેરફાર, હવેથી અડધો કલાક મોડી ખુલશે સ્કૂલો, વાંચો ન્યૂ ટાઇમિંગ

Cold Wave Alert: રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. કાતિલ ઠંડીના આગાહીને ધ્યાનમાં રાખીને હવે રાજકોટ DEOએ મોટો નિર્ણય લીધો છે. નાના બાળકોને ઠંડીથી સમસ્યા ઉભી ના થાય તે માટે સ્કૂલોનો સમય નિયત સમય કરતાં થોડો મોડો કરવામાં આવ્યો છે. હવેથી શાળાઓનો સમયે સવારે 7.40 કરવામાં આવ્યો છે, જે હાલમાં 7.10 છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતાં શૈક્ષણિક કાર્યને પણ અસર પહોંચી રહી છે. વિદ્યાર્થીઓને મૉર્નિંગ સ્કૂલમાં વહેતા પહોંચવા માટે તકલીફો પડી રહી છે, હાલમાં મળેલા તાજા અપડેટ પ્રમાણે, ઠંડી વધતા રાજકોટ DEOએ શાળા સંચાલકોને શાળાનો સમય મોડો કરવાનો આદેશ કર્યો છે. નવા નૉટિફિકેશન પ્રમાણે, રાજકોટમાં સવારની શાળાઓનો સમય 30 મિનિટ મોડો કરવામાં આવ્યો છે, જે શાળા સવારે 7.10થી શરૂ થઇ રહી હતી તે હવેથી 7.40 કલાકે શરૂ થશે.

આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું જો...

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Winter Alert News: ગુજરાતમાં હવે ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે, શિયાળો બરાબર જામ્યો છે. હાલમાં દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ ઠંડી વધશે અને ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્ર...

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp Asmita

Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp Asmita

રાજ્યમાં કેટલા લોકો રેશનકાર્ડથી અનાજ લે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો ખુલાસો

Gujarat ration card distribution: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર આગામી 12મી ડિસેમ્બરે સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ કરી રહી છે. તેમની વિઝનરી લિડરશીપમાં આ બે વર્ષ દરમિયાન પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગો સહિતના વિભાગોએ જનસેવાને સમર્પિત અનેકવિધ કલ્યાણ યોજનાઓનો સફળ અમલ કર્યો છે.

વર્તમાન સરકારે પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં બે વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પના બે વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા.

આ ત્રણેય પુસ્તકોના વિમોચન રાજ્ય મંત્...

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી

Gujarat Weather :  રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે.  આ સાથે હવામાન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવ...

Gujarat BJP : ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈ મહત્વના સમાચાર

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈ મહત્વના સમાચાર

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરી એક વખત બદલી કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે કરવામાં આવી છે. એમએલ નિનામા જેઓ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ અને ટ્રાફિક વડોદરા હતા તેમને ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાંચ ગાંધીનગર મુકાયા છે.

વિધિ ચૌધરી સ્પેશિયલ કમિશનર અમદાવાદ તરીકે મૂકાયા છે. તેઓ રાજકોટ ફરજ બજાવતા હતા. ...