<p>ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીની રાહ વચ્ચે બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ભરશિયાળે વાતાવરણમાં બદલાવ આવશે. જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાવવાની સાથોસાથ કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યકત કરાઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છના વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 24 કલાક્માં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આજે ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા, સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી તથા કચ્છ પંથકમાં હળવા કમોસમી વરસાદની આગાહી વ્યકત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડીનો દૌર હજુ સુધી શરૂ થયો જ નથી. સામાન્ય રીતે નવેમ્બરના અંત કે ડિસેમ્બરના પ્રારંભે જ હાડ થિજાવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. </p>