<p><strong>Gujarat Weather:</strong> જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ભેજના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 2 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વાતાવરણમાં બદલાવ આવશે. મોટું માવઠું થવાની શક્યતા ખૂબ જ ઓછી છે, પરંતુ સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા અથવા વરસાદ થઈ શકે છે. કોઈ સ્થળ પર 5 મીમી જેટલો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.</p> <p>હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઉભા કૃષિ પાકોમાં વિષમ હવામાનના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા વધી જશે. તેથી ખેડૂતોએ પોતાના પાકનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.</p> <p>તેમણે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી હવામાનમાં ફરી પલટો આવવાની સંભાવના છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ વારંવાર હવામાનમાં પલટો આવી શકે છે, જેના કારણે તાપમાનમાં વધઘટ જોવા મળશે.</p> <p>આમ, અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને તાપમાનમ...