<p>Gujarat Unseasonal Rain Forecast | આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, કેરી અને ચીકુ પકવતા ખેડૂતોની વધી ચિંતા</p> <p>સતત બીજા દિવસે પણ રાજ્યના ખેડૂતોના માટે માવઠાનું સંકટ છે. આજે સૌરાષ્ટ્ર ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ અને નર્મદામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વલસાડ અને નવસારીમાં કેરી અને ચીકું પકવતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. જ્યારે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક જિલ્લામાં છૂટા છવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. &...