<p>PM Modi Gujarat Visit:&nbsp; વડાપ્રધાનના કાર્યક્રમ મુજબ સવારે 9 વાગ્યે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે 9:15 વાગ્યે એકતાનગરમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. સવારે 9:35 વાગ્યે તેઓ બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લેશે.</p> <p>દિવસના સવારના આ &nbsp;કાર્યક્રમો બાદ સાંજે 5:15 વાગ્યે વડાપ્રધાન એકતા પથ માટે રવાના થશે. સાંજે 5:30 વાગ્યે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લેશે. આ પરેડમાં વિવિધ સુરક્ષા દળો અને પોલીસ ટુકડીઓ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને ઉજાગર કરવામાં આવશે.&nbsp;<br />રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી વડોદરા જવા માટે રવાના થશે. ત્યારબાદ રાત્રે 9:10 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા માટે પ્રસ્થાન કરશે. આમ, બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.</p> <p><strong>PM મોદીનો 31 ઓક્ટોબરનો કાર્યક્રમ:</strong>...