વડોદરા, તા. 31 મે 2021, સોમવાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસે સાસરી પક્ષના પાંચ સભ્યો વિરુદ્ધ આપઘાત અંગે દુષ્પ્રેરણા આપવ, સ્ત્રી અત્યાચાર તથા મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનની રહેવાસી 27 વર્ષીય યુવતી રેખા બેન ના લગ્ન વર્ષ ૨૦૧૦ દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ લક્ષ્મીલાલ તૈલી (રહે-નિલોદ ગામ ,ચિત્તોડગઢ, રાજસ્થાન )સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. ત્યાર બાદ પતિ-પત્ની વડોદરા શહેરમાં વસવાટ કરી સરકારી અનાજની દુકાન ચલાવતા હતા લગ્નના એક વર્ષ બાદ સાસરિયાઓએ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જો કે વડીલોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે ત્યારબાદ પણ સાસરિયાઓએ ઝઘડો કરી મારપીટ કરી હતી દરમિયાન ગઇકાલે રેખાબેનએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવતીના ભાઈએ સાસરિ પક્ષના લક્ષ્મીલાલ રૂપલાલ, રૂપલાલજી , વરજુબેન રૂપલાલ, અંસી પિન્ટુભાઈ અને લીલાબેન ઓમ પ્રકાશ (તમામ રહે- તરુણ નગર, છાણી જકાતનાકા, વડોદરા) વિરુદ્ધ આપઘાત કરવા માટે ...