Skip to main content

Posts

Showing posts from July, 2021

11 અબોલ પશુને ક્રુરતાપુર્વક ગોંધી લઈ જતો ટ્રક ઝડપાયો

- સિહોરની ટાણા ચોકડી નજીકથી પોલીસે ટ્રક આંતર્યો - વલ્લભીપૂર, પાલીતાણાના ત્રણ શખ્સની અટકાયત, પશુઓના જીવ બચાવી પાંજળાપોળ છોડી મુકાયા ભાવનગર : સિહોર પોલીસે ટાણા ચોકડી પાસે મળેલ બાતમી આધારે વોચ ગોઢવી અબોલ પશુને ક્રુરતાપુર્વક પાસ પરમીટ વિના ધાસચારા કે પાણીની સવલત વિના ટ્રકમાં ગોંધીને લઈ જતા વલ્લભીપુર, પાલીતાણાના ત્રણ શખ્સને ઝડપી પાડી ૧૧ અબોલ પશુને પાંજરાપોળ મુકવાની વ્યવસ્થા હાથ ધરી શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ ગત રાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં હતી તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, અબોલ પશુને ગોંધી રાખી ટ્રક પસાર થઈ રહ્યો છે. જે હકીકત આધારે ટાણા ચોકડી પાસે વોચ ગોઠવતા રાત્રીના ૧૦.૦૦ કલાકના અરસા દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા ટ્રક નંબર જીજે.૧૩.વી.૫૭૮૨ને અટકાવી તલાશી લેતા ટ્રકના થાપડામાં ધાસચારા કે પાણીની સવલત વિના પાસ પરમીટ વગર ક્રુરતાપુર્વક દયનીય હાલતે રખાયેલ ૧૦ ભેંસ અને એક પાડો મળી કુલ ૧૧ અબોલ પશુ મળી આવતા સિહોર પોલીસે ટ્રક સાથે રહેલ ચાલક મજીદ વલીભાઈ તરકવાડીયા ( રે. કાટકીવાજ, વલ્લભીપુર ), આરીફ હબીભાઈ લાખાણી અને ઈરફાન સતારભાઈ લાખાણી ( રે. બ...

આણંદ જિલ્લો હેક્ટરદીઠ 71 વૃક્ષો સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ

- થોડા સમય પૂર્વે મહેસાણા તેમજ ગાંધીનગરે રેકોર્ડ તોડયો હતો  - 2017 થી થયેલા સર્વેમાં આણંદે હરિયાળા જિલ્લાનુ બિરૂદ જાળવી રાખ્યુ   વલ્લભવિદ્યાનગર : આધુનિક યુગમાં જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નિયંત્રિત કરવા માટે વધુ વૃક્ષો ઉછેરવાની સંકલ્પના લેવામા આવી રહી છે. ત્યારે આણંદ જિલ્લો હેક્ટરદીઠ વધુ વૃક્ષોની ગીચતા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ રહેવા પામ્યો છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ના પંચવર્ષિય અહેવાલમાં હેક્ટર દીઠ ૭૧ વૃક્ષોની ગીચતા સાથે આણંદે હરિયાળા જિલ્લાનુ બિરૂદ મેળવ્યુ છે. આણંદ જિલ્લામાં  વિષમ આબોહવા છતાં જિલ્લામાં આંબો, વડ, ઉંદુંબર, શીમળો, રાયણ, ગુલમહોર, આંબલી, આંબળા જેવા ફળાઉ, જલાઉ વૃક્ષોએ અસ્તિત્વ ટકાવી રાખ્યુ છે. જોકે અગાઉ થયેલા સર્વેમાં જિલ્લો હેક્ટરદીઠ ૬૮ વૃક્ષોની ગીચતા સાથે પ્રથમ રહેવા પામ્યો હતો. જોકે થોડા સમય પૂર્વે મહેસાણા તેમજ ગાંધીનગરે જિલ્લાનો રેકોર્ડ તોડયો હતો.  વન વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર અંતિમ  વખત  વર્ષ ૨૦૧૭મા થયેલા સર્વેમાં જિલ્લામા હેક્ટર દીઠ ૭૧ વૃક્ષોની ગીચતા હોવાનુ ફલિત થયુ હતું. જેથી પાંચ વર્ષ દરમ્યાન જિલ્લાએ સમગ્ર રાજ્...

પાલિતાણાની મામલતદાર કચેરીમાં છાસવારે ઈન્ટરનેટ કનેક્ટીવીટી ઠપ્પ

- રોજીંદી સમસ્યા ઉકેલવા પ્રત્યે તંત્રવાહકોનું દુર્લક્ષ્ય - કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ અરજદારોના કામ ટલ્લે ચડી રહ્યા છે ભાવનગર : પાલિતાણાની મામલતદાર કચેરીમાં છાસવારે ઈન્ટરનેટ કનેકટીવીટી ખોરવાઈ જતી હોય અરજદારોના કામો ટલ્લે ચડી રહ્યા છે. અરજદારોના મહત્વના કામો સમયસર ન થતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હોવા છતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. પાલિતાણાની મામલતદાર કચેરીમાં ખેડૂતો સહિતના અરજદારોને ઉપયોગી ગણાતા ૭-૧૨ અને ૮-અ, આવકનો દાખલો, જાતિનો દાખલો,ક્રિમીનલ સર્ટી. સોગંધનામુ સહિતની વિવિધ સેવામાં ઈન્ટરનેટ કનેકટીવીટીની અત્યંત આવશ્યકતા હોય તો જ તેની ઓનલાઈન સેવાઓ અરજદારને મળે છે. આ સેવાઓ મેળવવા માટે પ્રતિદિન મામલતદાર કચેરીમાં સમગ્ર તાલુકામાંથી દૂર દુરથી અસંખ્ય ગ્રામજનો ખાનગી અને સરકારી વાહનોમાં આવતા હોય છે. જેઓને આ રોજીંદી અને શિરદર્દ સમાન સમસ્યાના કારણે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ સમયસર ખોટીપો કામ થતુ નથી અને તેઓને ખોટીપો વેઠવો પડે છે તેવુ અરજદારો આક્રોશભેર કહી રહ્યા છે. આ સેવા કેન્દ્રમાં ઓપરેટર ખાનગી કંપનીના હોય છે જેઓ અરજદારોના કામ તાત્કાલીક કરવામાં ઢીલ કરતા હોય તેમજ ...

આણંદ જિલ્લામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થશે

- 14 હજાર વિદ્યાર્થીઓનુ ભાવિ ખુલશે - જનરલ સ્ટ્રીમનુ પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે વલ્લભવિદ્યાનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉં.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ  કરીને નિયમિત વિદ્યાર્થીઓનુ પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી.  ત્યારે બોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૨ જનરલ સ્ટ્રીમનુ પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામા આવનાર હોઇ ૧૪ હજાર વિદ્યાર્થીઓનુ ભાવિ ખુલશે. આણંદ જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહમાં ૧૪ હજાર નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાય હતા. જોકે બોર્ડ દ્વારા કોવિડ મહામારીને ધ્યાને લઇને પરીક્ષા રદ કરીને રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ૩૧ જુલાઇના રોજ બોર્ડની વેબસાઇટ રીઝલ્ટ. જીએસઇબી.ઓઆરજી પર જાહેર કરવામા આવનાર હોઇ શાળા સંચાલકો તેઓની સ્કૂલનુ પરિણામ સ્કૂલના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લૉગઇન કરીને ડાઉનલોડ કરીને જોઇ શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની જાણ કરવાની રહેશે. https://ift.tt/3fdOXRj

સરકારી તથા ગ્રાન્ટેડ હાઇસ્કુલોના પડતર પ્રશ્નોને લઇ હવે ઓનલાઇન આંદોલન

- જિલ્લાભરની 221 શાળા આંદોલનમાં જોડાશે - સોશ્યલ મીડિયાની વિવિધ એપ્લીકેશનમાં શિક્ષકો સ્લોગન સાથેની સેલ્ફી અપલોડ કરશે ભાવનગર : બિનસરકારી અનુદાનિત તથા સરકારી મા. અને ઉ.મા. શાળાઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર લેખિત મૌખિક રજુઆતોનો નિવેડો નહી આવતા સંઘની આગેવાનીમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ સોશ્યલ મીડિયાના માધ્યમથી શિક્ષકો સેલ્ફી પાડી સાત દિવસ સુધી આંદોલન ચલાવશે. બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ (પુનઃ નિયુક્તિ સહિત), હાઇકોર્ટના ચુકાદા બાદ પણ જુના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂંક વખતે તમામને એક ઇજાફાનો લાભ, જુની પેન્શન યોજનાનો અમલ. નીતિવિષયક નિર્ણયોમા શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતા શિક્ષકોમાં વ્યાપક વિરોધ થઇ રહ્યો છે. તમામ જિલ્લાઓમાંથી સંગઠનને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. છતાં આ દિશામાં કોઇ નક્કર કાર્યવાહી ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક...

હર્ડ ઈમ્યુનીટી માટે આણંદ જિલ્લામાંથી 1800 જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં

- આઈસીએમઆર દ્વારા હાથ ધરાયેલા સર્વે અંતર્ગત  - સેમ્પલને પરીક્ષણ માટે અમદાવાદની લેબમાં મોકલાયા : રિપોર્ટ આવ્યાં બાદ પ્રમાણ જાણી શકાશે આણંદ : કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. આઈસીએમઆર દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે અંતર્ગત આણંદ જિલ્લામાં કુલ ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લઈ અમદાવાદની લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવ્યા બાદ જિલ્લામાં હર્ડ ઈમ્યુનીટીનું પ્રમાણ કેટલું છે તે અંગે જાણકારી મળશે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ દ્વારા તાજેતરમાં વિવિધ રાજ્યોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની કેટલી અસર થશે તે જાણવા માટે આણંદ જિલ્લામાં લોકોની ઈમ્યુનીટી તપાસવા સંદર્ભે કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત જિલ્લાના ૫૦ જેટલા ગામોમાંથી ૧૮૦૦ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ હાલ અમદાવાદની આઈસીએમઆરની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાની બીજ...

બાલાસિનોરમાં ખાદ્યતેલની ફેકટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સનું માત્ર ચેકિંગનું નાટક

- કૌભાંડ પર પડદો પાડવા માલિકોનું એડીચોટીનું જોર - ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરોએ મીડિયા કર્મીઓને બોલાવી ભેળસેળની તપાસનો માત્ર ડોળ કર્યો બાલાસિનોર : બાલાસિનોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટરો દોડી આવ્યા હતા તેઓએ મીડિયા કર્મીઓનો સંપર્ક કરી સમગ્ર ઘટના કઈ જગ્યાની છે તેમજ ખરેખર હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યા બાદ જીઆઈડીસી ખાતે આવેલી ખાદ્યતેલની ફેકટરીમાં ફૂડ  ઈન્સ્પેકટરોની ટીમ પહોંચી હતી ત્યાર બાદ તેઓએ ખાલી તેલના ડબ્બા ખખડાવીને તપાસનું નાટક કર્યું હતું. બાલાસિનોરની જીઆઈડીસીમાં પામોલીન તેલમાંથી સિંગતેલ બનાવવાના ગોરખધંધાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દોડી આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જાત તપાસ કરવાને બદલે મીડિયાકર્મીઓને બોલાવીને તેલમાં ભેળસેળની પ્રવૃત્તિ ક્યાં થાય છે તેવી વિગતો માગી તપાસનો ડોળ કર્યો હતો. જોકે, ફેકટરીમાંથી સેમ્પલ લેવાને બદલે માત્ર કૌભાંડને છાવરવામાં આવતું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ  એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ  ઈન્સ્પેકટર રોનકભાઈ, ઉર્વીબેન, અને ખુશ્બુબેનને સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરી કૌભાંડને ઉજાગર કરવાની જગ્યાએ અન્ય દિશા તરફ જઈ...

ખેડા જિલ્લામાં 24 કલાકમાં જુદા-જુદા 4 અકસ્માતમાં 2 વ્યક્તિના મોત

- લાડવેલ ચોકડી પાસે ગાડીની ટક્કરે રાહદારીનો ભોગ લેવાયો - ગુતાલ સીમમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ચાલકનું ગંભીર ઈજાથી મૃત્યું : કઠાણામાં ઇકોના ચાલકે અન્ય ગાડીને ટક્કર મારતા એકને ઈજા નડિયાદ : ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર અલગ અલગ જગ્યાઓ પર અકસ્માત સર્જાયા હતા. જેમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ લાડવેલ ચોકડી નજીક અને અમદાવાદ-આણંદ નેશનલ હાઇવે નં-૪૮ પર આવેલ ગુતાલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ કઠાણા ગામના પાસે અને નડિયાદ શહેરના હેલીપેડ તંબુ ચોકી પાસે અકસ્માત થયા હતા. ચાર અકસ્માતના બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા. જ્યારે એક વ્યક્તિને શરીરે ઇજાઓ પહોચી હતી. કઠલાલ તાલુકાના લાડવેલ ચોકડી પાસેથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમાં એક ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક અજાણ્યા પુરુષને અડફેટ મારી હતી.જેથી તેને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે દિનેશભાઇ મગનભાઇ સોલંકી રહે,આશરીયાના મૂવાડાએ કઠલાલ પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે....

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડની સાઇટ ઉપર મુકાશે

- વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ - માસ પ્રમોશન પધ્ધતિના કારણે પરીણામ 100 ટકા આવશે : વિદ્યાર્થીઓને ગ્રેડ અપાશે ભાવનગર : ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સામાન્ય પ્રવાહનું ઓનલાઇન રીઝલ્ટ આગામી તા.૩૧ના રોજ સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ પરથી જાહેર કરવામાં આવનાર છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી. જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવેલ છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ િીજેના.યજીમ.ર્યિ પર ની.૩૧-૭ના રોજ સવારના ૮ કલાકે જાહેર કરવામાં આવશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગીન કરી ડાઉનલોડ ...

નર્સિંગ કોલેજની છાત્રાઓ દ્વારા માસ પ્રમોશનની માંગ સાથે વિરોધ પ્રદર્શન

- સરદાર પટેલ યુનિ. સંલગ્ન ખેડા-આણંદ જિલ્લાની - વિદ્યાર્થીઓએ શાસ્ત્રી મેદાનથી રેલી સ્વરૂપે આવી યુનિ.ના કુલ સચિવને આવેદનપત્ર આપ્યું આણંદ,વલ્લભ વિદ્યાનગર : વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ. સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની નર્સીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશનની માંગ સાથે આજે યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નર્સીંગના વિદ્યાર્થીઓએ શાસ્ત્રી મેદાન ખાતેથી રેલી સ્વરૂપે યુનિ. ખાતે પહોંચી યુનિ. પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા બાદ યુનિ.ના કુલસચિવને આવેદનપત્ર આપી માસ પ્રમોશન આપવાની માંગ કરી હતી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સાવચેતી રાખવા અંતર્ગત ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ફાઈનલ યર સિવાયના વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવા અને ૨૦૨૦-૨૧ વર્ષની પ્રવેશની અંતિમ તારીખને ધ્યાને લઈ બેઝીક નર્સીંગ પ્રોગ્રામ્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ જાન્યુઆરી-૨૦૨૧થી ગણવાનું ઠરાવાયું હતું. જે અંતર્ગત રાજ્યની ગુજરાત યુનિવર્સિટી સહિત કેટલીક યુનિવર્સિટી દ્વારા આ ઠરાવનો અમલ કરવાની કાર્યવ...

હરિપ્રસાદ સ્વામીજીને લીમડાનું વૃક્ષ પ્રિય હતું એટલે લીમડા વનમાં અંત્યેષ્ટિ થશે

વડોદરા : સોખડા-હરિધામ મંદિરના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે છેલ્લા ત્રણ દિવસથી લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો પણ શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.  તા. ૩૧ જુલાઇ શનિવાર સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે ૨ વાગે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની મંદિર પટાંગણમાં લીમડા વન ખાતે અંત્યેષ્ટિ થશે.  આ અંગે માહિતી આપતા પૂ.ત્યાગવલ્લભ સ્વામીએ કહ્યું હતુ કે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૃહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૃભક્તિ અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે.  આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક પૂ.હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનું વૃક્ષ પ્રિય રહ્યું છે. સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરાશે.  અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.  દરમિયાન આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ભક્તોએ સ્વામીજીનાં અંતિમ દર્શન કર્યા હતા. રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીરસોમનાથ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી વગેરે જીલ્લાઓમાંથી ભક્તો હરિધામ દર્...

વીકળિયા પ્રા. શાળાના પૂર્વ આચાર્યએ વિદ્યાર્થીઓની સહાયના નાણાં ચાઉં કર્યાં

- શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના રૂપિયા અંગત ઉપયોગમાં વાપર્યાં - સને ૨૦૧૪-૧૫માં લાભાર્થી વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત અને ઠગાઇ કરતા ઇન્ચાર્જ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીએ નોંધાવી ફરિયાદ ભાવનગર : ગઢડાની વિકળીયા પ્રા.શાળાના પૂર્વ આચાર્યએ સને ૨૦૧૪-૧૫ના વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના નાણાં પોતાના અંગત ઉપયોગમાં લઇ વિદ્યાર્થીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઇ કરતા ગઢડાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગઢડાના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઇ રમેશભાઇ મકવાણા (રે.ઘોઘા)એ ઢસા પોલીસ મથકમાં વિકળીયા પ્રા.શાળાના તત્કાલીન આચાર્ય જુજારસંગ સુરાજી પરમાર (રે.ઢસા જંક્શન, તા.ગઢડા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગઢડા તાલુકાના વિકળીયા ગામે આવેલ પ્રા.શાળામાં સને ૨૦૧૪-૧૫ની સાલ દરમિયાન આચાર્ય તરીકે ફરજ પર રહેલ જુજારસંગે શાળામાં આવેલ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ ૩,૧૨,૪૦૦ની સરકારના નિયમ વિરૂદ્ધ એટીએમ તેમજ ચેકથી નાણાં ઉપાડી લઇ નાણાંની ચુકવણી અંગેના કોઇ આધાર-પુરાવા રજૂ ન કરી સરકારના નાણાંનો પોતાના અંગત લાભ માટે ઉપયો...

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા પુત્રનો આપઘાત

વડોદરા.ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૫ વર્ષના કિશોરને માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અને    દરજી કામ કરતા શખ્સનો ૧૫ વર્ષનો પુત્ર ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.તેની માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તેને લાગી આવ્યું  હતું.ગઇકાલે વિદ્યાર્થી ે તેના માતા,પિતા અને બહેન તેની નજીકમાં જ  રહેતા મામાના ઘરે પ્રસંગમાં ગયો હતો.વિદ્યાર્થી જમીને અન્ય  પરિવારજનો કરતા વહેલા ઘરે પરત આવી ગયો હતો.અને રસોડાના હુક પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.જે અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.એ.એસ.આઇ. રશીદભાઇએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.મૃતકના પિતા દરજી કામ કરે છેે.અને તેની બહેન અભ્યાસ કરે છે.જ્યારે માતા ઘરકામ કરે છે.પોલીસની પ્રાથમિક તપાસમાં અભ્યાસ બાબતે ઠપકો મળતા આવેશમાં આવીને આપઘાત કર્યો હોવાની વિગતો પોલીસને મળી છે. https://ift.tt/3jaf8tr

બીમારીથી કંટાળીને વૃદ્ધે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

  વડોદરા,.તરસાલી નોવિનોરોડ પર રહેતા રિફાઇનરીના નિવૃત્ત કર્મચારીએ બીમારીથી કંટાળીને બપોરે ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,તરસાલી નોવિનો રોડ પર રહેતા અરૃણભાઇ દુલાજીભાઇ પાટિલ આજે ઘરે હતા.તેમનો  પુત્ર બપોરે જમીને નોકરી  ગયો હતો.અને તેમની પુત્રવધૂ દીકરાને ટયુશન મુકવા ગઇ  હતી.જ્યારે અરૃણભાઇના પત્ની બીજા રૃમમાં સુતા હતા.તે દરમિયાન અરૃણભાઇએ હીંચકાના હુકમાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.થોડાસમય પછી તેમના પત્ની જાગ્યા તો તેમને પતિને ફાંસો ખાધેલી હાલતમાં જોતા પુત્રને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો.પુત્ર નજીકમાં જ નોકરી કરતો હોય તરત જ ઘરે આવી  ગયો હતો.અને બનાવની જાણ પોલીસને કરી હતી.મકરપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.જેસીંગભાઇએ સ્થળ પર જઇને તપાસ શરૃ કરી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછ  દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે  કે, અરૃણભાઇ રિફાઇનરીમાંથી નિવૃત્ત થયા હતા.છેલ્લા બે વર્ષથી તેમની  બીમારીની સારવાર ચાલતી હતી.બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથ...

ધો.૧૨ ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી

વડોદરા.ધો.૧૨ માં ભણતી વિદ્યાર્થિનીએ રહસ્યમય સંજોગોમાં ઘર છોડીને જતી રહેતા બાપોદ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. શહેરના વાઘોડિયા  રોડ  વિસ્તારમાં રહેતી અને ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગઇકાલે ૧૧ વાગ્યે ઘરેથી  કોઇને કશું કીધા વગર જતી રહી હતી.પરંતુ,તેણે ઘરમાં એક ચિઠ્ઠી છોડી હતી.જેમાં લખ્યું હતું કે,સોરી મમ્મી ડેડી,મહેરબાની કરીને મને શોધવાનો પ્રયાસ ના કરતા,કારણકે હું નહી મળુ.બહુ દૂર જઉં છું.ત્યાંથી પાછા ના અવાય,ઓલ્વેઝ બી હેપ્પી.અને નીચે પોતાનું નામ લખ્યું હતું. યુવતી પોતાના ઘરેથી પાંચ જોડી કપડા અને મોબાઇલ ફોન લઇ ગઇ હતી.બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરીને યુવતીની શોધખોળ હાથ ધરી છે. https://ift.tt/2V96Iuf

વઘાસી ગામના ખેડૂતે 16 વીઘામાં ઓઇલ પામની સફળ ખેતી કરી

- ખેડૂત 13 વર્ષથી ઓઇલ પામની ખેતીમાં પ્રવૃત્ત - પાકમાં કોઇ પણ પ્રકારનો રોગ આવતો નથી : નિલગાય સહિતના પશુ-પ્રાણીઓના ભેલાણનો ભય રહેતો નથી વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ખેડૂતો સિઝન મુજબ જે-તે ખેતીપાકોનુ આયોજન હાથ ધરતા હોય છે. ત્યારે વઘાસી ગામના ખેડૂત છેલ્લા ૧૩ વર્ષથી ઓઇલપામની ખેતી કરી રહ્યા છે. તેઓએ ૧૬ વીઘામાં ઓઇલપામની ખેતી કરી છે.  જે પાકમાં કોઇપણ પ્રકારનો રોગ આવતો નથી.તેમજ નિલગાય, ગાયો, ભેંસો, ભુંડ સહિતના પ્રાણીઓ પણ નુકશાન પહોંચાડતા નથી. આણંદ પાસેના  વઘાસી ગામના ખેડૂત મનહરભાઇ પટેલને ઓઇલપામની ખેતી માફક આવી ગઇ હોઇ છેલ્લા ૧૩ વર્ષથી તેઓ તેની ખેતીમાં રોકાયેલા છે. દરવર્ષે તેઓ નવતર પાકની ખેતીમાંથી ૧૦ લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ  અમલી બનાવી છે અને ખેડૂતોની આવકમાં કઇ રીતે વધારો કરી શકાય તેનુ પણ પુરતુ ધ્યાન રાખવામા આવી રહ્યુ છે. તેમાંની એક કંપની દ્વારા મનહરભાઇને ખેતી માટે પ્રોત્સાહન પુરૂ પાડતા તેઓ લાંબા સમયથી પાકનુ વાવેતર કરી રહ્યા છે.   સામાન્ય રીતે ખેડૂતો જે-તે સિઝન મુજબ પાકનુ વાવેતર હાથ ધરે છે. પરંતુ કેટલીક વખ...

વડોદરા સહિત પાંચ જિલ્લાની નર્સરીઓમાં જૈવિક ખાતરથી રોપા ઉછેર કરાશે

વડોદરા: એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગ દ્વારા વડોદરા સહિતના પાંચ જિલ્લા છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાની કપડવંજ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરની નર્સરીઓમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરી રોપાના મૂળિયા મજબૂત કરવાની સાથે તેને જમીનમાં ઉગાડયા પછી વિકાસ જલદી થાય તે માટેનો પ્રોજેક્ટ માસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ સાથે તા.૨ ઓગસ્ટથી શરુ કરાશે જે એક વર્ષ ચાલશે, તેમ પ્રો.તારિકા કુમારે કહ્યું છે. એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગના પ્રો.મંથન ટેલરે કહ્યું કે શહેરમાં ગ્રીન કવર વધ્યું છે પણ તેમાં રસ્તાની બંને તરફના, ડિવાઈડર અને બગીચાઓના વૃક્ષોનો સમાવેશ થાય છે, પરંતુ મોટા વૃક્ષોના વિસ્તારમાં કોઈ ફેરફાર થયો નથી. જેથી અમે સેટેલાઈટ ઈમેજની મદદથી છેલ્લા ૨૦ વર્ષમાં કેટલી જમીનનો ઉપયોગ રહેણાંકમાં પરિવર્તિત થયો છે અને શું બદલાવ આવ્યા છે તેની માહિતી મેળવવાની સાથે ક્યાં વિસ્તારોમાં વૃક્ષો વધારી શકાય તે પ્રોજેક્ટ અંતર્ગત છ મહિના દરમિયાન રિસર્ચ કરાશે આ પ્રોજેક્ટ અંતર્ગત ૯ વિદ્યાર્થીઓ કામ કરશે. ડો.બબલુ પ્રસાદે કહ્યું કે, છેલ્લા ૩૦ વર્ષમાં છોટાઉદેપુરમાં વનીકરણ પ્રોગ્રામ અંતર્ગ...

થાનમાં મંડપ સર્વિસના વેપારીને માર મારીને લૂંટી લેવાયો

- શહેરના જોગ આશ્રમ પાસે રહેતો વેપારી લૂંટાયો - વેપારીને સ્થળ બતાવવાના બહાને બાઇક પર લઇ જઇ છરી વડે હુમલો કરી 22 હજારની લૂંટ ચલાવી થાન : મારામારી, ધમકી આપવી, ખંડણી ઉઘરાવી, લુંટના બનાવો વધી રહ્યા છે ત્યારે થાનના જોગ આશ્રમ પાસે રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા વેપારીને સ્થળ બતાવવાના બહાને બાઈકમાં બેસાડી લઈ જઈ ભાવ બાબતનો રકઝક કરી લોખંડના પાઈપ, છરી વડે હુમલો કરી તેના મિત્ર ઉપર પણ છરી વડે હુમલો કરી રોકડ રૂ.૨૨,૦૦૦ની લુંટ ચલાવ્યા અંગેની ફરીયાદ નોંધનાતા ચકચાર ફેલાઈ જવા પામી છે. થાન તાલુકાના ગુનાખોરીએ માઝા મુકી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે. ત્યારે થાનના જોગ આશ્રમ પાસે રહેતા ફરીયાદી જીતેશ ઉર્ફે જીતુ ભીમાભાઈ રંગપરા મંડપ સર્વીસનો ધંધો કરતા વેપારીને મંડપફીટ કરવાનુ કહીતેના બાઈકમાં બેસાડી લઈ ગયા હતા. ત્યારબાદ મંડપ સર્વિસના ભાવ બાબતે ઝઘડો કરી આરોપી પરેશ ઉર્ફે ભુરો રહેવાસી થાન વાળાએ ફરીયાદીને પાઈપ વડે ફટકારી છરીથી હુમલો કરતા ફરીયાદીએ દેકારો કરી મુકતા ત્યાંથી નીકળેલ તેના મિત્ર વિપુલે તેને છોડાવવા વચ્ચે પડતા વિપુલને પણ છરી વડે માર મારતા ૭ ટાંકા આવ્યા છે. તથા વિપુલના ખીસ્સામાં રહેલા રૂપિયા ૨૨,૦...

બેકારી - મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો રૂ. 24 કરોડનો અન્નોત્સવ

 ધન્યવાદ મોદીજી થીમ : ગરીબોને અનાજ વિતરણ માટે નેતાઓની સ્વપ્રશસ્તિ જેવી 'સૌને અન્ન, સૌને પોષણ,  : શાળા, પંચાયત ગૃહને બદલે હવે રાશનની દુકાને - દુકાને પ્રવચનનું પ્રસારણ, નગરો અને શહેરોમાં મંડપો નખાશે રાજકોટ : ઓગષ્ટની ત્રીજી તારીખે રાજય સરકાર અન્નોત્સવ ઉજવવા જઈ રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એન.એફ.એસ.એ.) અંતર્ગત ગુજરાતના 71.88 લાખ રાશનકાર્ડ ધારકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે થતા ઘઉં- ચોખાના વિતરણમાં આ મહિને વડાપ્રધાન અને મુખ્યમંત્રી આમાંના ૧૨૮૦૦ ગરીબ પરિવારોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરશે, જે માટે રાજય સરકાર કમ સે કમ  રૂ. 24 કરોડનું આંધણ કરવાની છે. કોરોના કાળમાં બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી છે એવા સમયે શાસકોની પ્રચારભૂખ પાછળ ગુજરાતની પ્રજાએ આ રીતે કરોડો રૂપિયાનો બોજ ઉઠાવવાનો વારો આવ્યો છે. આ કાર્યક્રમની મુખ્ય થીમ ''સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી'' એવી સ્વપ્રશસ્તિરૂપ રાખવામાં આવી છે. ગત મંગળવારે પુરવઠા વિભાગે જિલ્લા મથકોને સૂચના આપી હતી કે, વ્યાજબી ભાવની દુકાન નજીક શાળાઓ અને પંચાયત ગૃહોમાં 25-25 લાભાર્થી તથા 25-25સ્થાનિક આગે...

ઝમર ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા બાઈકચાલકનું મોત નિપજ્યું

- સુરેન્દ્રનગર-લખતર રોડ પર - પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર - લખતર રોડ ઉપર ઝમર ગામ પાસે કાર - બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં લખતરના બાઈક ચાલકનું મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે.  આ બનાવની વિગત એવી છે કે, લખતર રહેતા હસમુખભાઈ લાલજીભાઈ દેકાવાડીયા બાઈક ઉપર સુરેન્દ્રનગરથી લખતર તરફ જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે પસાર થતી એસેન્ટ કારના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી તેમનું મોત નિપજેલ હતું.! બનાવ અંગે મરનારના મોટાભાઈ ગુણવંતભાઈ લાલજીભાઈએ લખતર પોલીસમાં એસેન્ટ કાર નં. જીજે. -૧૫ એડી. ૫૯૬૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા ત૫ાસ હાથ ધરાયેલ છે.  https://ift.tt/3lg7eRM

પ્રવાસીઓને આકર્ષવા માટે ઐતિહાસિક અડાલજની વાવ પાસે થીમપાર્ક બનશે

આ પાર્કમાં વન્ડર્સ ઓફ વૉટર, ક્રાફ્ટ બજાર, હોટલ, રેસ્ટોરન્ટ, ગેમિંગ ઝોન, રાઇડ્સ અને અન્ય આકર્ષણો ઊભા કરાશે, 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે ગાંધીનગર : પ્રવાસીઓનું આકર્ષણ વધે તે હેતુથી ગાંધીનગર પાસે આવેલી પ્રસિદ્ધ અડાલજની વાવ પાસે થીમ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન તરફથી ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે. વાવનો ઐતિહાસિક વારસો જળવાઇ રહે તે માટે આ સ્થળે મ્યુઝીયમ સહિતના અનેક આકર્ષણોનું નિર્માણ કરાશે. થીમ બેઝ ડેવલપમેન્ટમાં વન્ડર્સ ઓફ વોટર, માર્કેટ, ક્રાફ્ટ બજાર, હોટલ, રેસ્ટોરન્ટ, ગેમિંગ ઝોન, રાઇડ્સ અને મનોરંજનના સાધનોનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અડાલજ પાસે આવેલી ટુરિઝમ કોર્પોરેશનની જમીન પૈકી 23500 ચોરસફુટ વિસ્તારમાં આ થીમ પાર્ક બનશે. પીપીપીના ધોરણે તૈયાર થનારા આ પાર્ક માટે ટુરિઝમ કોર્પોરેશન 30 વર્ષની લીઝ પર જમીન આપશે અને પ્રોજેક્ટમાં પસંદ થયેલી કંપનીએ 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો રહેશે. 1499ની સાલમાં અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઇ માટે રાજા મોહમ્મદ બેગડાએ આ વાવનું...

ખાનગી સોસાયટીઓના કામોમાં કોર્પોરેટરો પણ હવે 10 ટકા બજેટ વાપરી શકશે

70-20-10ની સ્કીમ અંગે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલો મહત્ત્વનો ઠરાવ આ જ ધોરણે બજેટ વાપરવા કરેલો નિર્ણય સરકારને મોકલાશે : શારદાબહેન હોસ્પિટલનું નવિનીકરણ થશે અમદાવાદ : અમદાવાદની ખાનગી સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવા, બ્લોક્સ નાખવા અને લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવા માટે મ્યુનિ. કોર્પોરેશને અમલમાં મુકેલી 70-20-10ની સ્કીમ લોકપ્રિય નિવડી છે. આ યોજનામાં જે તે સુવિધા પાછળ થનારા કુલ ખર્ચની 20 ટકા રકમ સોસાયટીના સભ્યોએ કાઢવાની હોય છે, તેમાં 10 ટકા રકમ ધારાસભ્ય તેના બજેટમાંથી આપી શકે છે. એ જ ધોરણે કોર્પોરેટર પણ 10 ટકા રકમ આપી શકે તેવી જોગવાઈ કરવા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે આ પ્રકારના કામો માટે સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. રોડ, બ્લોક્સ, લાઈટના થાંભલા પાછળ થનારા કુલ ખર્ચમાંથી 70 ટકા રકમ સરકારની ગ્રાન્ટમાંથી, 20 ટકા રકમ સોસાયટીના ફાળાની અને 10 ટકા રકમ મ્યુનિ. કોર્પોરેશન આપતું હોય છે. સોસાયટીએ કાઢવાના 20 ટકા રકમમાં જે તે વિસ્તારના ધારાસભ્ય પોતાના બજેટમાંથી 10 ટકા રકમ આપી શકે છે, ...

જીએસટીનું નેટવર્ક બનાવતી ઇન્ફોસિસ પણ હવે વેપારીઓને ઓર્ડર આપવા માંડી

લ્યો કરો વાત, સરકાર કે નાણા મંત્રીનો પરિપત્ર નથી છતાં માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તે રીતે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવરની વિગતો આપતા આંકડા મૂકવા જણાવ્યું અમદાવાદ : છેલ્લા નાણાંકીય વર્ષ દરમિયાન વેપારીઓએ ફાઈલ કરેલા માસિક થ્રી બી રિટર્ન સાથે મિસમેચ ન થાય તેવું એટલે કે એન્યુઅલ એગ્રીગેટ ટર્નઓવર (એએટીઓ) અંગેની વિગતો પૂરી પાડવાનો આદેશ જીએસટીનું વેબ પોર્ટલ બનાવતી કંપની ઇન્ફોસીસે વેપારીઓને કર્યો છે. 31મી ઓગસ્ટ પહેલા વેપારીઓએ તેમના ટર્નઓવર અંગેના આંકડાઓનું ડિસ્ક્લોઝર આપી દેવું તેમ ડેશબોર્ડ પર જણાવવામાં આવ્યું છે. ઇન્ફોસિસે ટ્વિટ કરીને  વિગતો અપલોડ કરી દેવા વેપારીઓને જણાવ્યું છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર કે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ જાહેરાત કરવી જોઈએ અથવા તો તેને લગતો પરિપત્ર કરવો જોઈએ. પરંતુ તેવું થયું નથી. માત્ર જીએસટીએન પોર્ટલના ડેશબોર્ડ પર આ વિગતો મૂકવામાં આવી છે અને વેબપોર્ટલ બનાવનાર ઇન્ફોસિસે ટ્વિટ કરીને વેપારી આલમને તેની જાણ કરી છે. જીએસટીના રિટર્નમાં 30મી સપ્ટેમ્બર સુધી કરેક્શન કરી શકાય છે. પરંતુ આવકવેરાના ઓડિટ રિપોર્ટ આ વર્ષે 31 ડિસેમ્બર પહેલા પહેલા રજૂ કરી દેવાનો છે. ...

સરકારના પાંચ વર્ષની ઉજવણીમાં જ શિક્ષકો 1લીથી આંદોલનના માર્ગે

સરકારી-ગ્રાન્ટેડ મા.-ઉ.મા.સ્કૂલોના શિક્ષકો પડતર પ્રશ્નો મુદ્દે 1થી7 ઓગસ્ટ સુધી સોશિયલ મિડિયા પર ઉગ્ર વિરોધ કરશે અમદાવાદ : મુખ્યમંત્રીના પાંચ વર્ષ પુરા થતા 1લી ઓગસ્ટથી સરકાર દ્વારા ઉજવણી કાર્યક્રમો શરૂ થનાર છે ત્યારે પાંચ વર્ષની ઉજવણી ટાણે જ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો 1લી ઓગસ્ટથી પડતર પ્રશ્નો મુદ્દે આંદોનલ શરૂ કરશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે 1લી ઓગસ્ટથી સરકાર સામે સોશિયલ મીડિયા આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામા આવી છે. શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ ( પુન: નિયુક્તિ સહિત) તેમજ નીતિ વિષયક નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત  અને અન્ય કેટલાક પ્રશ્નો મુદ્દે ઘણા સમયથી સરકારને રજૂઆતો કરવામા આવી રહી છે. આ ઉપરાંત શિક્ષક સંઘની ફરિયાદ છે કે  હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા લંબાઈ છે .ઉપરાંત આચાર્યોની નિમણૂંક વખતે ...