- એસઓજીની ટીમે મફતિયાપરામાં રહેતી મહિલાને ગાંજાની 19 પડીકીઓ સાથે પકડી સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમ પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં રહેતી મહિલા ગાંજાનું ગેરકાયદે વેચાણ કરવાના ગુનામાં બીજીવાર એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે. એસ.ઓ.જી. પી.આઈ. વી.વી. ત્રિવેદીએ સ્ટાફ સાથે બાતમીના આધારે પાંચ હનુમાન પાસે મફતીયાપરામાં દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસે નિલુબેન અબ્દુલભાઈ સૈયાદ નામની ૩૫ વર્ષની મહિલાને ગેરકાયદે ગાંજાનુ વેચાણ કરતા ઝડપી લીધી હતી. તેની પાસેથી રૂા.૫૭૦૦ની કિંમતની ૯૫૦ ગ્રામ ગાંજાની ૧૯ પડીકીઓ કબજે કરવામાં આવી હતી પોલીસે ગાંજા ઉપરાંત સ્કુટર સહિત કુલ રૂા.૮૫૭૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો પોલીસના જણાવ્યા બુજ આ મહિલા અગાઉ ૮ કિલો ૨૧૯ગ્રામ ગાંજો કિં.રૂ.૪૯૩૧૪ સાથે ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર સીટી એડીવીજન પોલીસમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. https://ift.tt/3lm7CgJ