Skip to main content

Posts

Showing posts from September, 2021

સુરતીઓ અફવાથી દુર રહેઃ બે લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડાશે નહીઃ જિલ્લા કલેકટર

     સુરત ઉકાઇ ડેમના કેચમેન્ટમાં ગુલાબ વાવાઝોડાની અસરના પગલે 2 લાખ કયુસેક પાણી છોડતા તાપી નદી બન્ને કાંઠે છલોછલ વહેતા શહેરમાં ફેલાયેલી અફવાઓને લઇને સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું છે કે , આજે સવારે 3.70 લાખની આવક હતી. અને 2.05 લાખ કયુસેક પાણી છોડાતુ હતુ. સાંજે પાણીની આવક ઘટીને 2.76 લાખ કયુસેક થઇ ગઇ હતી. શહેરીજનોએ ડરવાનું કોઇ કારણ નથી. કેમકે હાલ સપાટી 341.41 ફૂટ છે. અને આપણી પાસે સાડા ત્રણ ફૂટ પાણી ડેમમાં સ્ટોર થાય તેટલી જગ્યા છે. આથી બે લાખ કયુસેક થી વધારે પાણી છોડવાના નથી.  શહેરી વિસ્તાર કે ગામડામાં પાણી ભરાવાનો કોઇ પ્રશ્ન નથી. https://ift.tt/3ofCkul

વાવાઝોડાની અસર વર્તાઇ, પૂર્વ અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો

અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર અમદાવાદમાં આજે સવારથી જ વાવાઝોડાની અસરના ભાગરૂપે ભારે પવન ફૂંકાયો હતો.દિવસ દરમિયાન આકાશમાં કાળાડિબાંગ વાદળો ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસાવી દે તેવી અનુભુતી શહેરીજનોને થઇ હતી. જોકે આખા દિવસમાં પૂર્વ અમદાવાદના વિવિધ ભાગોમાં પવન ફૂંકાવાની સાથે મોડી સાંજે ૬ થી ૮ ના બે કલાકમાં ઓઢવ, રામોલ, મેમ્કો સહિતના વિસ્તારમાં અડધા ઇંચથી વધુનો વરસાદ પડયો હતો. અમદાવાદના પડોશી જિલ્લા આણંદ અને ખેડામાં દિવસભર ભારે વરસાદ પડયો હતો આ વરસાદ મોડી સાંજ કે રાત સુધીમાં અમદાવાદમાં આવી પહોંચશે તેવી શક્યતાઓને જોતા મ્યુનિ.તંત્ર પૂર્વમાં સતર્ક બન્યું હતું. મ્યુનિ.અધિકારીઓ અને તેમની ટીમે સવારથી જ જોખમી બોર્ડ-બેનરો, સાઇન બોર્ડ ઉતારી લેવાની કામગીરી આરંભી દીધી હતી. વાવાઝોડા સાથે અતિભારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિમાં ઉદભવનારી કોઇપણ મુશ્કેલીને પહોંચી વળાય તે માટે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને એસડીઆરએફને સતર્ક રહેવાના આદેશ આપી દેવાયા હતા.રે વરસાદ પડી જતા  વિવિધ રા ગોતા, રાણીપ અને ચાંદખેડામાં ધોધમાર બે ઇંચ વરસાદ તૂટી પડયો હતો.  જ્યારે ચકુડીયા,   વરસાદ, વાવાઝોડાની અસર આજે...

ખેંચ આવતા વાહન સ્લીપ થયું પત્નીની નજર સામે પતિનું મોત

  અમદાવાદ,બુધવાર  ઘોડાસર વિસ્તારમાં રહેતા આધેડ તેમના પત્નીને લઇને જતા હતા, આ સમયે બહેરામપુરા ગોરધનવાડી પાસે ચાલું વાહને અચાનક ખંેચ આવી હતી જેના કારણે વાહન સ્લીપ ખાઇ ગયું હતું જેથી આધેડ રોડ પર પટકાયા હોવાથી હાથે ફ્રકચર થયું હતું અને માથામાં ગંભીર ઇજા થવાથી હેમરેજના કારણે મોત નીપજ્યું હતું. બહેરામપુરા ગોરધનવાડી પાસે વાહન સ્લીપ ખાઇ જતા રોડ પર પટકાવાથી હાથે ફ્રેકચર , હેમરેજ થતાં મોત નીપજ્યું આ કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં રાજબાગ પાસે તુલસી ટેનામેન્ટમાં રહેતા અને મણિનગરમાં શાહ એન્ડ કંપનીમાં દવાના ડિસ્ટુબ્યુટરના ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરતા શૈલેન ચન્દ્રકાન્તભાઇ પંડયા (ઉ.વ.૫૦) તા.૨૬ના રોજ પત્નીને લઇને બહેરામપુરા વિસ્તારમાં પોતાની  સાસરીમાં જઇને ઘરે પરત આવતા હતા જ્યાં રાતે ૯ વાગે મણિનગર ગોરધનવાડી ટેકરા પાસેથી પસાર થતા હતા  જ્યાં ચાલું વાહને આધેડને અચાનક ખેંચ આવતા  વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં દંપતિ રોડ પર પટકાયા હતા આધેડને હાથે ફ્રેકચર અને માથામાં ગંભીર ઇજા થતાં હેમરેજના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે  અકસ્માતન...

નારોલમાં લિફ્ટમાં હાથ કપાતા શ્રમજીવી યુવકનું મોત

અમદાવાદ,બુધવાર નારોલ વિસ્તારમાં લિફ્ટમાં નીચે ઉતરી રહેલા યુવકો લિફ્ટમાં હાથ કપાતા મોત થયું હતું. આ બનાવ અંગે નોરાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધુ વધુ તપાસ હાથ ધરી છે. સિલાઇની કામગીરી કરતો  યુવક  લિફ્ટમાં નીચે ઉતરતો હતો ડાબો હાથ કપાયો, લોહી વહી  જતાં મોત  થયું આ કેસની વિગત એવી છે કે મૂળ બિહારના વતની અને હાલમાં લાંભા ઇન્દીરાનગર વિભાગ-૨માં એ.એમ,સી .પાણીની ટાંકી પાસે રહેતા નિતીશકુમાર પાસપત પંડીત (ઉ.વ.૧૯) નારોલ વિસ્તારમાં દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર-૫૪માં આવેલી નયોન એકસપોર્ટ કંપની ખાતે સિલાઇની કામગીરી કરતા હતા. તા. ૨૭ના રોજ સવારે ૯.૩૦ વાગે લિફ્ટમાં નીચે આવતા હતા આ સમયે એકાએક જ ડાબો હાથ લિફ્ટમાં આવી જતા  કપાઇ ગયો હતો. યુવકનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે અકસ્માતે મોેત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. https://ift.tt/2Yf73Nn

વટવામાં તૂટેલા રોડના કારણે ગ્રામજનો પરેશાન, તંત્ર સામે રોષ

અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર વટવા ગામમાં ઠાકોર વાસ અને ખોડિયાર માતાવાળો વાસમાં જવાનો રસ્તો કાચો, ઉબડ-ખાબડ, તૂટેલો હોવાથી કાદવ-કિચડ અને વરસાદી પાણી ભરાઇ જાવાની સમસ્યાને લઇને રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ન મળી રહેતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. વટવા ગામમાં ચોમસામાં રોડ-રસ્તાની હાલત બદતર બની જવા પામી છે. મ્યુનિ.તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોની ઉદાસીનતાને કારણે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. આ અંગે ગામના રહીશ જગદીશ મુખીના જણાવ્યા મુજબ છેલ્લા પંદરેક વર્ષથી આ ગામમાં રોડ બન્યો નથી. રહીશોએ ખાસ કરીને ચોમાસામાં નર્કાગારની સ્થિતિમાં જીવવાની ફરજ પડી રહી છે. કાદવ-કિચડના કારણે પદપાલક હોય કે પછી વાહનચાલક બંને માટે  ઔઆ બિસ્માર રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. રોડ બનાવવા માટે રજૂઆતો કરાઇ છે, પરંતુ આજદીન સુધી ધ્યાન અપાયું  જ નથી. ખોડિયાર માતાવાળો વાસ, ઠાકોર વાસમાં રોડની હાલત ખરાબ હોવાથી આ વાસમાં રહેતા લોકો તો પરેશાન છે પરંતુ નિર્મળ સોસાયટી, રામરાજ્યનગર સોસાયટી અને અંબિકા સોસાયટીના રહીશો પણ  ભારે પરેશાન ...

ચાર પ્રવાસન સ્થળો માટે એસ.ટી.બસ સેવા શરૂ કરાશે

અમદાવાદ,તા.29 સપ્ટેમ્બર 2021, બુધવાર આગામી તા.૧ ઓક્ટોબરથી એસ.ટી.નિગમ દ્વારા ચાર નવા રૂટો પર એક્સપ્રેસ બસ સેવા શરૂ કરવામાં આવનાર છે.પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહિક કરવા માટે વડનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીનગર-દાંડી , અમદાવાદ-ધોળાવીરા, અમદાવાદ- પાવાગઢ (માંચી) માટે એક્સપ્રેસ એસ.ટી.બસો દોડાવાશે. ઉપરાંત કચ્છમાં આવનારા પ્રવાસીઓ ધોળાવીરા જતા હોવાથી લોકલ બસ સેવા પણ શરૂ કરાશે જેમાં ભચાઉ,અંજાર, ખરોડા, ડુંગરાની વાંઢ,  રાપર અને ભુજથી ધોળાવીરા માટે બસ સેવા શરૂ કરાશે. https://ift.tt/3CZ8bne

ગુજરાતે રૂ.11,550 કરોડ માગ્યા કેન્દ્રએ 1000 કરોડ આપી હાથ ખંખેર્યા

- ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે કેન્દ્રએ ગુજરાતને મદદ ન કરી - અગાઉ અતિવૃષ્ટિ થતાં રૂા.7239 કરોડની માંગ કરી પણ કેન્દ્રએ જવાબ આપ્યો નથી, નવી સરકારે જ કબૂલ્યું અમદાવાદ : ટૌટે વાવાઝોડાએ ગુજરાતના  દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી  સર્જી હતી. જાનહાની તો સર્જાઇ ન હતી પણ મકાનોથી માંડી માછીમારોની બોટોને ખૂબ નુકશાન પહોચ્યુ હતુ. તે વખતે નાણાંકીય સહાય આપવા માંગ ઉઠી હતી. તે વખતે ગુજરાત સરકારે ટૌટે વાવાઝોડામાં લોકોને સહાય આપવા કેન્દ્ર સરકાર પાસે હાથ લંબાવ્યો હતો અને રૂા.૯૧૦૨ કરોડની માંગ કરી હતી પણ કેન્દ્ર સરકારે કાણી પાઇ આપી ન હતી. વિધાનસભા સત્રમાં ખુદ નવી સરકારે આ વાતની કબૂલાત કરી હતી.  ટૌટે વાવાઝોડાના નુકશાન પેટે સહાય કરવા ગુજરાત સરકારે તા.૨૮મી ઓગષ્ટ,૨૦૨૧ના રોજ પત્ર લખી ખાસ કિસ્સામાં રૂા.૯૧૦૨ કરોડની માંગણી કરી હતી.  એટલુ જ નહીં, એસડીઆરએફના ધારાધોરણો મુજબ અન્ય રૂા.૨૪૪૮ કરોડની ય માંગ કરી હતી. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ટૌટે વાવાઝોડામાં નુકશાન થયેલા લોકોને સહાય આપવા  કુલ  મળીને રૂા.૧૧,૫૫૦ કરોડની માંગણી કરી હતી.  વિપક્ષે પૂછેલાં સવાલના જવાબમાં ખુદ સરકારે જ...

ગેંગસ્ટરને પકડવા પોલીસ સફાઈ કામદાર, સિક્યુરિટી ગાર્ડ બની!

- ક્રાઈમ બ્રાન્ચે 2009થી વોન્ટેડ મનીષસિંગને મુંબઈથી ઝડપ્યો - ચાંદખેડામાં ફાઈનાન્સર શિવલાલ નામે 3 વર્ષ રહી ગયેલો ગેંગસ્ટર મનીષસિંગ 15થી વધુ ગુનામાં વોન્ટેડ, 50,000નું ઈનામ છે અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુ.પી. અને મુંબઈ પોલીસ ૧૨ વર્ષથી શોધી રહી હતી તેવા ગેંગસ્ટરને સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદાર બનીને મુંબઈથી ઝડપી લીધો છે. યુ.પી.નો મનિષસિંગ સુભાષસિંગ ઠાકુરની ગેંગનો સભ્ય છે અને ૧૫થી વધુ ગુનામાં વોન્ટેડ છે. યુ.પી. પોલીસે ૫૦૦૦૦નું નામ જાહેર કર્યું છે તેવા ગેંગસ્ટરને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કર્મચારી ૨૦ દિવસ સુધી મુંબઈના નાલાસોપારામાં તેના એપાર્ટમેન્ટમાં નોકરી પર રહ્યાં હતાં. પિતાનું શ્રાધ્ધ કરવા આવેલા મનિષસિંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચબરાકીપૂર્વક ઝડપી લીધો છે. મનિષ સિંગ સામે અમદાવાદ અને વડગામમાં હથિયાર વેચવા અને બોટાદમાં ડબલ મર્ડરના કેસ નોંધાયેલા છે. રીઢા વોન્ટેડ મનીષસિંગને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલે મુંબઈમાં નોકરી કરી હતી. આરોપી જ્યાં રહેતો હતો તે ફ્લેટમાં એક કોન્સ્ટેબલે સફાઈ કામદાર અને બીજા કોન્સ્ટેબલે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. પીએસઆઈ જે...

ગુજરાતની વસતિ 9 વર્ષમાં 6 કરોડથી વધી 7 કરોડ : 13 ટકાનો વધારો

- રાજ્યમાં 84 લાખથી વધુ લોકો વધ્યા - ભારતની વસતીમાં 11.09 ટકાનો વધારો થયો છે, ગુજરાતમાં વસતી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ 308 થઇ છે ગાંધીનગર : ગુજરાતમાં વસતી વધારો સતત થઇ રહ્યો છે. ભારતની વસતી ગણતરીના અંદાજ પ્રમાણે ૨૦૨૦માં રાજ્યની વસતી ૬.૯૪ કરોડ થઇ છે, જે ૨૦૧૧ની છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ૬.૧૦ કરોડ હતી. નવ વર્ર્ષમાં રાજ્યની વસતીમાં ૧૩ ટકાનો વિંક્રમી વધારો થયો છે. ગુજરાતની સરખામણીએ ભારતની વસતીનો દર ઓછો રહ્યો છે. દેશમાં આ સમયગાળા દરમ્યાન ૧૧.૦૯ ટકાના દરે વસતી વધી છે. દેશની વસતી ૨૦૧૧માં ૧૨૨.૦૧ કરોડ હતી જે વધીને ૨૦૨૦માં ૧૩૫.૫૪ કરોડ થઇ છે. કોરોના સંક્રમણના કારણે ૨૦૨૧માં વસતી ગણતરી થઇ શકી નથી પરંતુ પ્રોજેક્ટેડ વસતીના આંકડા જાહેર કરવામાં આવેલા છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં વસતીના અંદાજો જાહેર કરવામાં આવેલા છે જેમાં નવ વર્ષમાં ગુજરાતમાં ૮૪ લાખ લોકો વધી ગયા છે. પ્રતિ ચોરસ કિલોમીટર પ્રમાણે વ્યક્તિની સંખ્યા ભારતમાં ૩૮૨ છે જ્યારે ગુજરાતમાં ૨૦૮ છે. રાજ્યમાં ગરીબી રેખાની નીચે જીવતી વસતી ૧૬.૬ ટકા છે. ગુજરાતમાં સાક્ષરતાનો દર વધીને ૭૮.૦ થયો છે જ્યારે બાળમરણનો દર ૧૦૦૦ સ...

ભાવનગર અને બોટાદ જિલ્લાના 5 ડેમ ઓવરફલો

- 20 ડેમમાં અડધાથી લઈ સવા 5 ઇંચ વરસાદ વરસ્યો \ - કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમ છલકાતા દરવાજા ખોલાયા, અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા  ભાવનગર : ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમ વિસ્તારમાં આજે બુધવારે પાણીની આવક શરૂ હતી. પાણીની આવકના પગલે પ ડેમ ઓવરફલો થયા હતા તેથી ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ગામને એલર્ટ કરવામાં આવ્યા હતાં. બે ડેમ ૯૦ ટકા ભરાયા હતાં. શેત્રુંજી ડેમના ફરી તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. ર૦ ડેમમાં આજે અડધાથી લઈ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.  આજે બુધવારે ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૧ ડેમમાં પાણીની આવક શરૂ હતી. ધોધમાર વરસાદ અને પાણીની ધસમસતી આવકના પગલે પ ડેમ છલકાયા હતા, જેમાં કાળુભાર, રોજકી, રજાવળ, હણોલ અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ પાંચ ડેમ ઓવરફલો થતા ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અસરગ્રસ્ત ૩૦ વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ઉતાવળી ડેમ અને હમીરપરા ડેમ ૯૦ ટકા ભરાયા હતા તેથી અસરગ્રસ્ત ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. શેત્રુંજી ડેમમાં આજે ર૯ર૦પ કયુસેક પાણીની ધસમસતી આવક હોવાના પગલે ડેમના પ૯ દરવાજા ૬૦ મીટર ખોલવામાં આવ્યા હ...

ધોળામાં ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતા 3 ના કરૂણ મોત

- ઉમરાળા પંથકમાં ગોજારી દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી - બજુડ ગામેથી મજુરી કામે જઇ પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાતા ધોળાના આધેડ અને બે પરપ્રાંતિય યુવાનના મૃત્યું નિપજ્યા ભાવનગર : ઉમરાળા તાલુકાના ધોળા ગામના રહિશ અને બે પરપ્રાંતિય યુવાન ગત રાત્રિના બજુડ ગામે મજુરી કામે જઇ બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા તે વેળાએ ધોળાના ઝાંઝમેર રોડ પર બંધ ટ્રેક્ટરની બોઘી પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં ત્રણેયના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. જ્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતા અને મજુરી કામ કરતા બાબુભાઇ હિંમતભાઇ પરમાર અને તેની સાથે રહેલ પરપ્રાંતિય યુવાન રાજકુમાર બુધ્ધિમાન તેમજ આલોકભાઇ ગણેશભાઇ પાલ ત્રણેય મજુરી કામ અર્થે બજુડ ગામ ગયા હતા ત્યાંથી ગત રાત્રિના ૭.૧૫ કલાકના અરસા દરમિયાન બાઇક નં.જીજે-૦૫-૭૩૪૩ ઉપર ધોળા પરત ફરી રહ્યા હતા તે વેળાએ ધોળાથી ઝાંઝમેર જવાના માર્ગ ઉપર બાઇક ચાલક આલોક પાલે કંટ્રોલ ગુમાવી બેસતા બંધ પડેલ ટ્રોલી પાછળના ભાગે બાઇક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા...

રેપ કેસના આરોપી રાજુ ભટ્ટે કહ્યું,સહારાની 300 કરોડની ડીલની ખબર નથી,પોલીસ માનવા તૈયાર નથી

વડોદરાઃ રેપ કેસના બંને આરોપીઓ સાથે પીડિતાએ સહારાની જમીનની ડીલ માટે મીટિંગ કરી હોવાના આક્ષેપ અંગે પોલીસે રાજુ ભટ્ટને પૂછતાં તેણે સહારાની ડીલ વિશે પોતે કશું જાણતો નથી તેવો જવાબ આપ્યો હતો. બળાત્કારની ફરિયાદ નોંધાવનાર પીડિતાએ કહ્યું હતું કે,સી.એ.અશોક જૈને આજવા રોડની સહારા ઇન્ડસ્ટ્રિઝની જમીન માટે ઇન્વેસ્ટર સાથે ડીલ કરવાના નામે રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.અશોક જૈન તેને મર્સિડિઝમાં વાસણારોડના ફ્લેટમાં લઇ ગયા હતા અને ત્યાં રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરી હતી. પીડિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,આ મીટિંગ બાદ અશોક જૈને બંનેને ઠંડુ પીણું પીવડાવ્યું હતું.જેમાં મારા પીણામાં કોઇ કેફી પદાર્થ હતો અને અશોક જૈને મને નિર્વસ્ત્ર કરી કોન્ડોમ પહેરીને શારીરિક છેડછાડ કરતાં મેં બૂમો પાડી હતી. પોલીસે સહારાની અંદાજે  રૃ.૩૦૦ કરોડની બજાર કિંમત ધરાવતી સહારાની ૪.૩૬ લાખ ચો.મી.જમીનની ડીલ વિશે પૂછપરછ કરતાં રાજુ ભટ્ટે આ જમીન વિશે કાંઇ જાણતો નથી અને આવી કોઇ ડીલ માટે મીટિંગ નહીં કરી હોવાનો જવાબ આપ્યો હતો. જો કે,પોલીસ તેની વાત માનવા તૈયાર નથી.જેથી અશોક જૈન પકડાશે ત્યારબાદ પોલીસ બંનેને સામ...

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટની કબૂલાત, હા, પીડિતા સાથે મારે શારીરિક સબંધ હતા.

વડોદરાઃ શહેરમાં અભ્યાસ માટે આવેલી પરપ્રાતીય યુવતી પર બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમોં પકડાયેલા પાવાગઢ મહાકાળી માતા મંદિરના ટ્રસ્ટી રાજુ  ભટ્ટે પીડિતા સાથે શારીરિક સબંધની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. પીડિતાના આજવા રોડ પરના મકાનમાં પણ હું જતો હતો.. પીડિતાએ તેની મરજી વિરૃધ્ધ અને માર મારીને રાજુ ભટ્ટ તેમજ સી.એ.અશોક જૈને બળાત્કાર ગુજાર્યો હોવાની નોંધાવેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડયો હતો.જ્યારે,અશોક જૈનને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે. હેમંત ઉર્ફે રાજુ ત્ર્યંબકલાલ ભટ્ટ (મિલન પાર્ક સોસાયટી,નિઝામપુરા)ને ગઇ મોડીરાતે વડોદરા લવાયા બાદ રાતે જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જે ટેસ્ટ નેગેટિવ આવતાં રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને આજે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એસીપી ડીએસ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ રાજુ  ભટ્ટની પૂછપરછ કરી હતી.જે દરમિયાન તેણે પીડિતા પર બળાત્કાર નહીં પણ રાજીખુશીથી સબંધ રાખ્યો હોવાની તેમજ તેને ટ્રેપમાં લેવાયો હોવાની કબૂલાત કરી હતી.રાજુ  ભટ્ટ પીડિતાના આજવા રોડ ખાતેના મકાને પણ મળવા જતો હતો.જેથી રાજુ ભટ્ટે પીડિ...

રેપ કેસઃ પીડિતાનુ GPSCની એક્ઝામ આપી સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન રોળાયું

વડોદરાઃ હાર્મનિ હોટલના સંચાલક કાનજી મોકરિયાએ  સરકારી ં અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતી પીડિતાની રાજુ ભટ્ટ સાથે પહેલીવાર મુલાકાત  કરાવી  હતીે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,પીડિતા લોકડાઉનમાં હાર્મનિ હોટલમાં રોકાઇ હતી તે દરમિયાન હોટલના સંચાલક કાનજી મોકરીયાએ તેના મિત્ર રાજુ  ભટ્ટ સાથે પીડિતાનો સંપર્ક કરાવ્યો હતો. પીડિતાને ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાની ઇચ્છા હતી અને તે જીપીએસસીની એક્ઝામ આપવા માંગતી હતી.જેથી મોકરિયાએ તેનો રાજુ  ભટ્ટ સાથે સંપર્ક કરાવતાં કહ્યું હતું કે,આ સાહેબ તને ગાઇડન્સ આપશે.આ ઉપરાંત જમીનનું કામ કરતા હોવાથી તને લેન્ડ લો ના અભ્યાસ માટે પણ મદદરૃપ થશે.પરંતુ ત્યારબાદ આવી કોઇ પરીક્ષા માટે રાજુ  ભટ્ટ કામમાં નહીં લાગતાં પીડિતાના સરકારી અધિકારી બનવાનું સપનું રોળાયું હતું. કાનજીએ સંપર્ક કરાવ્યા બાદ પીડિતા અને રાજુ  ભટ્ટ વચ્ચે સીધો સબંધ થયો હતો અને મોકરિયા બાજુ પર રહ્યો હતો. https://ift.tt/3mdWdz4

વડોદરાના ચકચારી રેપ કેસની તપાસ માટે 10 દિવસ બાદ SIT બનાવી

વડોદરાઃ બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસ પાસેથી પાંચમા દિવસે તપાસ પાછી લઇ ક્રાઇમ  બ્રાન્ચને તપાસ સોંપ્યા બાદ દસમા દિવસે હવે એસઆઇટીની રચના કરવામાં આવી છે.  પરપ્રાંતીય વિદ્યાર્થિનીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદને પગલે ભારે ચકચાર વ્યાપી છે.આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીઓ પૈકીના રાજુ  ભટ્ટ તેમજ તેને ભગાડવામાં અને આર્થિક મદદ કરનાર હોટલ માલિક કાનજી મોકરીયાની ધરપકડ કરી છે. આ કેસમાં હજી સી.એ.અશોક જૈનને પોલીસ શોધી રહી છે.આ કેસમાં નામચીન બુટલેગર અલ્પુ સિન્ધી પણ પીડિતાને મદદરૃપ થયો હોવાની તેમજ બીજાલોકોને પણ આરોપી બનાવવાની ધમકી મળી હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે. જેથી પોલીસ કમિશનરે આ કેસમાં જુદા જુદા મુદ્દાઓ અને પુરાવાઆના ેવિશ્લેષણ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.જે ટીમમાં તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી આર ખૈર ઉપરાંત એસીપી અમિતા વાનાણી,ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ અને સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાનો સમાવેશ થાય છે. https://ift.tt/39ROiBQ

કોરોનાથી મૃત્યુના આંકડાને મામલે વિપક્ષનો હંગામો : કાર્યવાહી સ્થગિત

ગુજરાત વિધાનસભામાં સરકાર ભીંસમાં મૂકાઇ 'ભાગેડુ જનતા પાર્ટી-વળતર ચૂકવો'ના સૂત્રોચ્ચારથી ગૃહ ગાજ્યું, વિપક્ષી ધારાસભ્યોએ વેલમાં બેસી રામધૂન બોલાવી અમદાવાદ : વિધાનસભા સત્રના સતત બીજા દિવસે પણ વિપક્ષે કોરોનાના મુદ્દે ભાજપ સરકારને ભીંસમાં લીધી હતી. કોરોનાના મૃત્યુઆંકમાં વિસંગતતા સર્જાતા કોંગ્રેસી ધારાસભ્યોે ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો જેના કારણે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરી કાળ સુધી સૃથગિત કરવી પડી હતી. એક તબક્કે કોગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ કરવા  નક્કી કરાયુ હતું પણ બંને પક્ષોની વાતચીતના અંતે સસ્પેન્શન પાછુ ખેચાયુ હતું અને મામલો થાળે પડયો હતો. પ્રશ્નોતરી કાળમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલાં લોકોના આંકડા મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો કે, ખુદ આરોગ્ય વિભાગે જિલ્લાવાર કોરોના મૃત્યુ આંક 3864 દર્શાવ્યો હતો. ગુજરાત સરકારે સત્તાવાર રીતે 10081નો મૃત્યુઆંક જાહેર કર્યો છે. એટલું જ નહીં. તા.14મી માર્ચે કેન્દ્રીય ગૃહ વિભાગે સ્ટેટ ડિઝાસ્ટર રિસોપન્સ ફંડના પત્ર કોરોનાને મહામારી ગણવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને રૂા.4 લાખ વળતર આપવા...

બિલ્ડર બી-સફલ ગૂ્રપના રાજુ બ્રહ્મભટ્ટ અને અન્યના 22 સ્થળે ITના દરોડા

અશોક અગ્રવાલ, મનીષ શાહ અને હિમાંશુ પટેલ પણ આઇટીની ઝપટમાં : લેન્ડ ડીલર પ્રવીણ બવાળિયા પર પણ દરોડા ઑફિસરોને 22 અલગ અલગ લૉકેશન પર બોલાવી  દરોડાના સ્થળે રવાના કર્યા અમદાવાદ : આવકવેરા ખાતાએ આજે બપોરે અગિયાર વાગ્યે અમદાવાદના બિલ્ડર ગુ્રપ બી-સફલના પ્રમોટર રાજેશ બ્રહ્મભટ્ટ અને તેની કંપનીના ડિરેક્ટરો તથા ટોચના અધિકારીઓના ઘર સહિત 22 સ્થળોએ દરોડા પાડયા હતા. બોડકદેવમાં પકવૈાન ચાર રસ્તા નજીક સિંધુભવન રોડ તરફ આવેલી બી-સફલની ઑફિસ પર બપોરે બાર વાગ્યાથી દરોડા શરૂ કરવામાં આવ્યા હતા. તદુપરાંત પ્રવીણ બવાળિયા નામના લેન્ડ ડીલરના રાજપથ ક્લબની પાછળ આવેલા નિવાસસ્થાને પણ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમ જ પ્રવીણ બવાળિયાની ગુરૂકુળ સ્થિત ઑફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. અશોક અગ્રવાલ બી-સફલના પ્રમોટરનો પાર્ટનર હોવાનું જણાય છે. સિટી એસ્ટેટ મેનેજમેન્ટના નામે તે ઑફિસ ચલાવે છે. દરોડામાં આ ઑફિસ પણ કવર કરવામાં આવી છે. ડ્રાઈવ-ઇન થિયેટર પાસેના અશોક અગ્રવાલના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા કચેરીએ દરોડાની માહિતી અગાઉથી લીક ન થઈ જાય તે માટે દરેક અધિકારીઓને 22 જુદાં જુદાં લૉકેશન પર બોલાવીને ત્યા...

ગુજરાતનું જાહેર દેવું 2019-20માં રૂા. 3.15 લાખ કરોડને આંબી ગયું

મહેસૂલી આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી રાજકોષીય ખાધમાં પણ વધારો : CAG જાહેર દેવા પરના વ્યાજ પેટે રૂા. 24,449 કરોડ ચૂકવવામાં આવ્યા અમદાવાદ : ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને રૂા. 3.15,455 કરોડનું થઈ ગયું હોવાનું કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલના 2019-20ના વર્ષના આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. માર્ચ 2020ની અંતની સ્થિતિએ આ આંકડા કેગના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારના 2019-20ના બજેટમાં જાહેર દેવું રૂા. 2,67,095 કરોડનું દર્શાવવામાં આવ્યું હતું. જોકે સરકારે કરેલા આયોજન મુજબ 2023-24 સુધીમા ંગુજરાતનું જાહેર દેવું રૂા. 4,10,989 કરોડની સપાટીએ પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે.  સરકારે જાહેર દેવું વધાર્યું હોવાથી વ્યાજ પેટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. 2018-19માં વ્યાજ પેટે રૂા. 20,183.36 કરોડની કરવામાં આવેલી ચૂકવણી સામે 2019-20માં રૂા. 22,448.66 કરોડની વ્યાજ પેટે ચૂકવણી કરી હતી. બજારમાંથી લેવામાં આવેલી લોન પર 2019-20માં રૂા. 2498 કરોડ વધુ ચૂકવવા પડયા હતા. આમ કુલ વ્યાજની ચૂકવણી રૂા. 22,449 કરોડની થઈ હતી. ગુજરાત સરકારે 2019-20માં કુ...

વિપક્ષની ચિંતા કરશો નહીં, આ આખી સરકાર બદલાઇ ગઇ

GST એટલે સાદી ભાષામાં ત્રીજો ભાગિયો   જનતા સરકારને પરસેવાની કમાણી સમાન ટેક્સ ચૂકવે છે,રસી આપો છો તો અભિનંદન શેના..? વિધાનસભા જોયું જાણ્યું ને સાંભળ્યું અમદાવાદ : વિધાનસભા સત્રનો બીજો અને આખરી દિવસ પણ હંગામેદાર રહયો હતો. જીએસટી સુધારા બિલ પરની ચર્ચા વખતે શાસક પક્ષના ધારાસભ્યએ એવી ટકોર કરીકે, હવે તો વિપક્ષના નેતા ય બદલાઇ જવાના છે. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર વળતો પ્રહાર કર્યો હતોકે, અમારી ચિંતા કરશો મા, એ બધુ  ચાલતુ રહેવાનું પણ આ  જુઓ.આખીય સરકાર બદલાઇ ગઇ છે અને ચહેરા ય બદલાઇ ગયા છે.  આખરે અધ્યક્ષે વિરજી ઠુમરને ઉશ્કેરાયા વિના મુદ્દા પર જ ચર્ચા કરવા ટકોર કરી હતી.  આટલા પુસ્તકો વાંચો તો જ નીતિનકાકા સામે લડી શકાય  ગૃહમાં સંસદીય પ્રણાલીને લગતા પુસ્તકનુ વિમોચન કરાયુ હતું. તે વખતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પુસ્તકો જીવનના ઘડતરમાં ખાસ કરીને ધારાસભ્યોને કેટલી હદે મદદરૂપ થાય છે તેની વાત રજૂ કરી હતી. સાથે સાથે તેમણે એવી ય ટિખળ કરી કે, આટલા પુસ્તકો વાંચો તો નીતિનકાકા સામે લડી શકાય. ટૂંકમાં ધાનાણીએ ધારાસભ્યોએ સંસદીય ઇતિહાસથી જ નહી,નિયમો સહિતની મા...

વાડીલાલ પરિવારને વેચેલી જમીનનું ખોટું વિલ કરાયું

1995માં જમીન વેચનાર ખેડૂતના મૃત્યુ પછી વિવાદ ગોતા દેવનગર પાસે 13958 ચો.મી. જમીનમાં વારસાઈના નામો ખોટી રીતે દાખલ કરાયાનું જણાતાં પોલીસ ફરિયાદ અમદાવાદ : જુના જમીન વિવાદોની અનેક અરજીઓ પડતર હતી તેનો નિકાલ થવાનું શરૂ થયું છે. આવા જ એક કિસ્સામાં શહેરના વાડીલાલ આઈસ્ક્રીમ પરિવારને વેચવામાં આવેલી જમીનનું ખોટું વીલ બનાવીને વારસાઈમાં નામો ખોટી રીતે દાખલ કરાયાની ફરિયાદ સોલા પોલીસમાં નોંધાવાઈ છે. 1995માં જમીન વેચનાર ખેડૂતનું વર્ષ 2010માં અવસાન થયું હતું. આ પછી જમીનને બીનખેતી કરાવી દસ્તાવેજ કરાવવાની પ્રક્રિયા વખતે વારસાઈના નામો ખોટી રીતે સરકારી રેકર્ડમાં ચડાવાયાનું જણાતાં ફરિયાદ નોંધી સોલા પોલીસે તપાસ શરૂ કરાઈ છે. નવરંગપુરામાં રહેતા દેવાંશુભાઈ લક્ષ્મણભાઈ ગાંધી વાડીલાલ હાઉસ ખાતે ફૂડ પ્રોસેસિંગનો લગતો વ્યવસાય કરે છે. દેવાશુંભાઈએ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગોતા ગામના જુના સર્વે નંબર 124-2-1ની 2327 ચો.મી. તેમજ 124-1ની 11631 ચો.મી. જમીન ખેડૂત સોમાભાઈ હાથીભાઈ પટેલ પાસેથી વર્ષ 1995માં ખરીદ કરી હતી અને નાણાં ચૂકવ્યા હતા. જમીન લેનાર તરીકે દેવાંશુભાઈ, તેમના કાકાના દિકરાઓ વિરેન્દ્રભાઈ રાજચંદ્ર...

નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતને 7,112 કરોડ રૂપિયા લેવાના બાકી

સૌથી વધુ 4881 કરોડ રૂપિયા ભાજપ શાસિત મધ્યપ્રદેશ રાજ્યના બાકી છે છતાં ગુજરાતને આ રૂપિયા મળતા નથી ગાંધીનગર : ગુજરાતની નર્મદા યોજના કે જેનો લાભ પાડોશી અન્ય ત્રણ રાજ્યોને મળી રહ્યો છે તેમ છતાં આ રાજ્યો ગુજરાતને યોજનાના બાકી નિકળતા કરોડો રૂપિયા ચૂકવતા નથી. વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે સૌથી વધુ 4881.36 કરોડ રૂપિયા મધ્યપ્રદેશના બાકી છે અને ત્યાં ભાજપનું શાસન છે છતાં શિવરાજસિંહની સરકારે આ બાકી રકમ ચૂકવી નથી. નર્મદા વિભાગે આજે ગૃહમાં લેખિત માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાગીદાર રાજ્ય મહારાષ્ટ્ર પાસેથી ગુજરાતને 1683.09 કરોડ રૂપિયા લેવાના નિકળે છે જ્યાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર છે. એવી જ રીતે કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર પાસેથી રાજ્યને 548.36 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ બાકી રકમની વસૂલાત માટે છેલ્લા બે વર્ષમાં નર્મદા નિગમ કક્ષાએ દર મહિને રાજસ્થાનના સિંચાઇ વિભાગના ઇજનેર, મહારાષ્ટ્રના સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર તેમજ ભોપાલ સ્થિત નર્મદા વેલી ડેવલપમેન્ટ  ઓથોરિટીને લેણી રકમ ચૂકવવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર કન્સ્ટ્રક્શન એડવાઇઝરી કમિટીની બેઠકમાં વ...

કોરોનાની રસીના 8.33 લાખ ડોઝ કચરા ટોપલીમાં ફેકી દેવાયા

રસી માટે લાઇનો લાગે છે ત્યારે આરોગ્ય વિભાગની બેદરકારી આરોગ્ય વિભાગે રસીની પુરતી કાળજી ન લેતાં કોવિશિલ્ડના 5.13 લાખ, કોવેક્સિનના 3.19 લાખ ડોઝ બગડી ગયા  અમદાવાદ : એક બાજુ, રાજ્ય આરોગ્ય વિભાગ રસીકરણના આંકડા આપી દેશમાં પ્રથમ નંબરની સિધૃધી મેળવી હોવાના ગાણાં ગાય છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ જ કોરોનાની રસીની જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યુ છે જેના કારણે કોરોનાની રસીનો ભારે બગાડ થયો છે. ખુદ રાજ્ય આરોગ્ય વિભાગે વિધાનસભામાં કબૂલ્યુ છેકે, 8.33 લાખ કોરોનાના ડોઝ બગડી ગયા છે. ગુજરાતને કોરોનામુક્ત બનાવવા સરકારે રસીકરણ પર ભાર મૂકયો છે. શરૂઆતના તબક્કામાં તો કોરોનાની રસીની એટલી તંગી વર્તાઇ કે, લોકોએ નાણાં ખર્ચીને રસી લેવા મજબૂર બન્યા હતાં. ખાનગી હોસ્પિટલોમાં રસી લેવા લાઇનો લાગતી હતી. રસી કેન્દ્રો પર મફત રસી લેવા લોકો કલાકો સુધી ઉભા રહેતાં હતાં. હવે જયારે સરકાર રસીકરણના મુદ્દે વાહવાહી મેળવી રહી છે ત્યારે વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે કેમકે, વિપક્ષે પૂછેલા એક સવાલના જવાબમાં સરકારે જ કબૂલ્યુ છેકે, છેલ્લા સાત મહિનામાં 8.33 લાખ કોરોનાની રસી બગડી ગઇ છે.5,13,761 કોવિશિલ્ડ અને 3,19.705 ક...

બેઝિક ગણિતના વિદ્યાર્થીને A ગુ્રપમાં પ્રવેશ આપનાર સ્કૂલોના આચાર્યોને દંડ

ધો.11 સાયન્સમાં બોર્ડની મંજૂરી વગર CBSEના વાલીઓની માંગને પગલે અંતે બોર્ડે A ગૂ્રપમાં પ્રવેશની મંજૂરી આપી પણ ગણિતની પરીક્ષા અલગ લેવાશે  અમદાવાદ : સીબીએસઈના બેઝિક ગણિત સાથે પાસ થયેલા ધો.10ના વિદ્યાર્થીઓને કેટલીક સ્કૂલે નિયમ વિરૂદ્ધ એ ગુ્રપમાં પણ પ્રવેશ આપી દીધો છે.ગુજરાત બોર્ડે આ વર્ષે માત્ર બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી પરંતુ કેટલીક સ્કૂલે ગુજરાત બોર્ડના નિયમ વિરૂદ્ધ જઈને એ ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હોવાથી બોર્ડ દ્વારા હવે આવી દરેક સ્કૂલના આચાર્યને પાંચ-5ાંચ હજાર રૂપિયાનો દંડ કરાશે. સીબીએસઈ દ્વારા ધો.10માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પેપરોની પદ્ધતિ બે વર્ષથી લાગુ કરી છે. બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સમાં પ્રવેશ મળતો નથી અને ગુજરાત બોર્ડે પણ નિયમ કર્યો છે કે ગુજરાત બોર્ડ હેઠળ નોંધાયેલી એક પણ સાયન્સ સ્કૂલમાં કોઈ પણ ગુ્રપમાં પ્રવેશ મળશે નહી.પરંતુ ગત વર્ષે કોરોનાને પગલે બોર્ડ 2020-21ના વર્ષ માટે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને બી ગુ્રપમાં પ્રવેશની છુટ આપી હતી. ત્યારબાદ આ વર્ષે પણ કેટલીક સ્કૂલે બી ગુ્રપમાં પ્રવેશ આપી દીધો હતો.જેને પગલે બોર્ડે આ વર્ષ માટે પણ મંજૂરી આ...

ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 1000 થી વધુ બોગસ નંબરો મળી આવ્યાનું તારણ

- બોગસ બીલીંગમાં જાગૃતતાના અભાવે કરે કોક ને ભરે કોક જેવી સ્થિતી - તાજેતરમાં હાથધરાયેલ સર્ચમાં પણ 400 જેટલા નંબરોનું કનેકશન બોગસ બીલીંગ સાથે મળ્યું ભાવનગર : સરકાર દ્વારા સમાન વેરો હોવાની પદ્ધતી માટે જી.એસ.ટી. કાયદો અમલી કર્યો પરંતુ લેભાગુ તત્ત્વો દ્વારા ખોટા દસ્તાવેજી પુરાવા રજુ કરી નંબર મેળવી ખોટી વેરાશાખ લેવાનો રીતસર ધંધો આદરી બેઠા છે. ભાવનગરમાં આવા ૧૦૦૦થી વધુ બોગસ નંબરો મળી આવ્યા છે ત્યારે સરકારી તિજોરીને ફટકો કેટલામાં પડયો તે અંદાજ ૯થી ૧૦ આંકડામાં આવે છે. જી.એસ.ટી. કાયદો અમલમાં આવ્યા બાદ કુલ ૨૮૦૦૦ જેટલા વેપારીઓએ નંબર મેળવ્યા હતા. સ્વાભાવિક નંબર મેળવવા સીસ્ટમ ઓનલાઈન કરતા લેભાગુ તત્ત્વો કિમીયો શોધી સામાન્ય નાગરિકતા પાનકાર્ડ, આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટ ખોલાવી રજુ કરી નંબર મેળવી કરોડોના બોગસ વ્યવહારોનો વેપલો ખોલી બેઠા છે અને ખરા વ્યક્તિને તો આ અંગે જાણ સુદ્ધા પણ હોતી નથી. કરોડોના કૌભાંડોનો પર્દાફાશ થયો અને તપાસનો ધમધમાટ અન્ય જિલ્લાથી સાથે ભાવનગરમાં પણ શરૂ થયો. એક તબક્કે મળતા આંકડામાં બોગસ બીલીંગવાળા અંદાજે ૧૦૦૦થી વધુ પેઢીઓ મળી આવી છે. તો છેલ્લા તબક્કામા કનેકશન ધરાવતા વેપારીઓની તપ...

આણંદ જિલ્લામાં વીજતંત્રના દરોડામાં રૂ. 3.30 લાખની ગેરરીતિ પકડાઈ

- પેટલાદના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું - વીજતંત્રની ચાર ટીમો દ્વારા ૩૦ કનેકશનોની ચકાસણીમાં વીજચોરીના આઠ કિસ્સા ઝડપાયા વલ્લભવિદ્યાનગર : આણંદ એમજીવીસીએલ વર્તુળ કચેરીની ૪ ટીમ દ્વારા પેટલાદ તાલુકાના જુદા-જુદા  ગ્રામ્ય વિસ્તારોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને ૩૦ કનેકશનોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમાં વીજચોરીના ૮ કિસ્સાઓ ઝડપાતા અધિકારીની ટીમે કસુરવારોને ૩.૩૦ લાખનો દંડ ફટકારતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી આણંદ દ્વારા વીજચોરીના કિસ્સાઓને ઝડપી લઇને નિયંત્રિત કરવા સ્પેશીયલ ડ્રાઇવ શરૂ કરાયુ છે. સર્કલ કચેરીના કાર્યક્ષેત્રમા આવતા પેટલાદ પેટાવર્તુળના તાબામાં ગતરોજ  ઇલેકટ્રીશ્યનો, વાયરમેન, હેલ્પર મળીને ૪ ટીમોએ ગતરોજ પેટલાદ તાલુકાના  પંડોળી,આમોદ, ભાટીયેલ, દંતાલી, રૂપિયાપુરા, આશી, ભવાનીપુરા, જોગણ સહિતના વિસ્તારોમા અચાનક ચેકીંગ હાથ ધરીને ૩૦  જોડાણોની તપાસ કરતા ૮ જોડાણોમાં વીજપૉલ ઉપરથી બારોબાર વીજપ્રવાહ મેળવવો, મેઇન લાઇન ઉપર લંગસિયા નાંખીને અવરોધ ઉભો કરવો, સક્ષમ અધિકારી કે કચેરીની પરવાનગી સિવાય પોતાના કનેકશનમાંથી પાડોશી...