અમદાવાદ,તા.29 ઓક્ટોબર 2021, શુક્રવાર દિવાળીના તહેવારમાં ફટાડકા ફોડવાના કારણે આગ, અકસ્માતના કેસોમાં સામાન્ય દિવસો કરતા વધારો જોવા મળતો હોય છે. આ વર્ષે ઇમરજન્સી સેવા ૧૦૮ના અનુમાન પ્રમાણે દિવાળીના દિવસે ૧૬.૬૯ ટકા કેસ વધુ જોવા મળશે.બેસતા વર્ષના દિવસે ૨૭.૩૬ ટકાનો અને ભાઇબીજના દિવસે ૩૪.૭૨ ટકાનો ઇમરજન્સી કેસમાં વધારો થનાર હોવાનું એક અભ્યાસમાં પૂર્વાનુંમાન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને ધ્યાને લેતા રાજ્યભરમાં તમામ ૮૦૦ જેટલી ઇમરજન્સી ૧૦૮ની વાનને એલર્ટ રહેવા તાકીદ કરાઇ છે. અમદાવાદમાં ૧૩૦ જેટલી ૧૦૮ની ગાડીઓ તૈનાત રહેશે. ૧૦૮ના સ્ટાફની રજાઓ રદ કરીને તેઓને લોકસેવામાં ખડેપગે રહેવાની સુચના આપી દેવાઇ છે. ઇમરજન્સી સેવા ૧૦૮ના પૂર્વાનુમાનના આધારે વર્ષ ૨૦૨૧માં રાજ્યભરમાંથી દિવાળીના દિવસે ૪,૧૩૮ કેસ આવવાની શક્યતા છે. નવા વર્ષના દિવસે ૪,૫૨૫ કેસ અને ભાઇબીજના દિવસે ૪,૭૭૭ કેસ ઇમરજન્સીના આવવાનું અનુમાન છે. હાલમાં સામાન્ય દિવસોમાં રોજના ૩,૫૪૬ કેસ આવતા હોય છે. જેમાં વધારો જોવા મળશે. દિવાળીના દિવસે વાહન અકસ્માતના કેસમાં ૭૯.૭૯ ટકાનો વધારો રહેશે જે મુજબ ૬૮૫ કેસ નોંધાવાની શક્યતા રહેલી છે. નવા વર્ષમાં ૭૦૯ ...