ગાંધીનગર, 29 જુન 2021 મંગળવાર રાજ્યમાં આજે કોરોનાનાં 93 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મોત થયા છે. રાજ્યમાં આજે 326 લોકોએ કોરોનાને હરાવ્યો છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3230 છે, હાલ 3219 દર્દીની હાલત સ્ટેબલ છે. 11 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 810147 લોકો કોરોનાને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10056 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.39 ટકા છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 7 કેસ, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ, નવસારીમાં 3 અને બનાસકાંઠામાં 3 કેસ, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 4 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ, ભરૂચમાં ત્રણ નોંધાયા છે. તે સિવાય દેવભૂમિ દ્ધારકા, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-એક કેસ નોંધાયા હતા. જો કે રાજ્યનાં 21 જિલ્લાઓ એવા પણ છે, જ્યાં કોરોનાનો...